તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 27th May 2026
રાજકોટમાં બપોરે તાપમાનનો પારો ૪૨.૪ ડિગ્રીએ પહોંચ્યોઃ અસહ્ય ગરમીથી નગરજનો ત્રાહિમામ

રાજકોટ : ઉનાળાની શરૂઆતે જ સૂર્યદેવ આકરા પાણીએ હોય તેમ ગરમીનો પારો સતત ઉપર ચડી રહ્યો છે. આજે બપોરે ૨:૩૦ વાગ્યે રાજકોટ શહેર જાણે ભઠ્ઠીની જેમ શેકાયું હતું અને મહત્તમ તાપમાન ૪૨.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા નગરજનો અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. બપોરના સમયે પવનની ગતિ ૮ કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેવા પામી હતી, જેના કારણે ફૂંકાતા ગરમ વાયરાઓએ લોકોની મુશ્કેલીમાં ઓર વધારો કર્યો હતો.
કાળઝાળ ગરમી અને લૂના પ્રકોપને પગલે બપોરના સમયે રાજકોટના મુખ્ય માર્ગો અને બજારો સુમસામ ભાસતા હતા અને લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળીને ઘરોમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા.
(3:36 PM IST)










