<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

સર લાખાજીરાજ માર્કેટનું માત્ર રીનોવેશન જ થશે

વોર્ડ નં. ૧૦માં પ.૪૩ કરોડના ખર્ચે અદ્યતન લાયબ્રેરી, વોર્ડ નં.૧૭ના પારડી રોડ પર રણછોડદાસ કોમ્‍યુનીટી હોલનું ૩.પપ કરોડના ખર્ચે રીનોવેશન કરાશે

રાજકોટ, તા., રરઃ શહેરના વર્ષો જુની અને ઐતિહાસિક એવી ધર્મેન્‍દ્ર રોડ પર આવેલ સર લાખાજીરાજ શાક માર્કેટ સંપુર્ણ પણે નવી નહિ પરંતુ ફલોરીંગ સહિતનું રીનોવેશન કરવા આજની સ્‍ટેન્‍ડીંગ કમીટી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્‍યો છે. આ કામ માટે ફરી ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવા સુચના આપવામાં આવી છે.

આજે  સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પરેશ પીપળીયાના અધ્‍યક્ષ સ્‍થાને મળેલ સ્‍ટેન્‍ડીંગ કમીટીની બેઠકમાં  વોર્ડ નં. ૭ માં ધર્મેન્‍દ્ર રોડ પર આવેલ સર લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન પ.૮૬ કરોડના ખર્ચે કરવાની દરખાસ્‍ત નામંજુર કરવામાં આવી છે. માત્ર આ માર્કેટનો ફલોરીંગ સહિતની કામગીરી કરવા ફરી ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવા સુચના આપવામાં આવી છે.

આ ઉપરાંત આજની સ્‍ટેન્‍ડીંગ કમીટીમાં બેઠકમાં વોર્ડ નં.૩ ના નરસંગપરા, કિટીપરા તેમજ રમણીક આશ્રમવાળી શેરીમાં ૧૪.૩૪ લાખના ખર્ચે સીસી કરવા તેમજ વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ નાખવા, વોર્ડ નં. ૮ ના કાલાવડ રોડ અને નાનામૌવા  વચ્‍ચેના બાકી રહેતા વિસ્‍તારમાં ૬ર.૩પ  કરોડના ખર્ચે ડીઆઇ પાઇપ લાઇન નાખવા  તેમજ વોર્ડ નં. ૧૦ માં પર એવન્‍યુ મેઇન રોડ પર પ.૪૩ કરોડના ખર્ચે અદ્યતન લાયબ્રેરી બનાવવા, વોર્ડ નં.૧૭ના પારડી રોડ પર આવેલ રણછોડદાસ કોમ્‍યુનીટી હોલના પ્રથમ માળમાં ૩.પપ કરોડના ખર્ચે રીનોવેશન કરી લાયબ્રેરી બનાવવા સહિતની ૧૭ દરખાસ્‍તો અંગે નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

(3:17 PM IST)