<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

આજે ઈસ્‍ટ ઝોનમાં જન કલ્‍યાણ શિબિર યોજાઇ

આવતીકાલે વિનોદભાઇ શેઠ કોમ્‍યુનિટી હોલ, કોઠારીયા રોડ ખાતે વિવિધ યોજનાનો કેમ્‍પ

રાજકોટ : રાજ્‍યની પ્રજા સુધી સરકારની જનકલ્‍યાણકારી યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં પહોંચે અને તે યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેમજ વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત ૨૦૪૭નું ધ્‍યેય સાકાર કરવા માટે કેન્‍દ્ર તથા રાજ્‍ય સરકારની પ્રમુખ યોજનાઓનો સમાવેશ કરીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૭ ના રોજ ઈસ્‍ટ ઝોનમાં  અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, પેડક રોડ ખાતે જન કલ્‍યાણ શિબિર યોજાઇ હતી. આવતીકાલ તા.૧૮ના રોજ સેન્‍ટ્રલ ઝોનમાં વિનોદભાઇ શેઠ કોમ્‍યુનિટી હૉલ, કોઠારીયા રોડ ખાતે સવારે ૧૦ થી સાંજે પ વાગ્‍યા સુધી જન કલ્‍યાણ શિબિર યોજાશે.

આજે યોજાયેલ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્‍લ, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશ્રર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી ડૉ. હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, ઈસ્‍ટ ઝોન હેઠળના વોર્ડના કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, વોર્ડના આગેવાનો અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા બહોળી સંખ્‍યામાં નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ અવસરે ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન તરીકે નરેન્‍દ્રભાઇ મોદીએ વિકાસલક્ષી સફરના ૧૨ વર્ષ પૂર્ણ કર્યા છે તે અવસરે રાજ્‍ય અને કેન્‍દ્ર સરકાર દ્વારા જન કલ્‍યાણ શિબિરના આયોજન થકી નાગરિકોને એક જ સ્‍થળેથી સરકારની વિવિધ યોજનોના લાભો આપવામાં આવી રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તા.૧૮ ના રોજ સેન્‍ટ્રલ ઝોનમાં  વિનોદભાઇ શેઠ કોમ્‍યુનિટી હૉલ, કોઠારીયા રોડ ખાતે આયોજિત આ જન કલ્‍યાણ શિબિરનો શહેરીજનો બહોળા પ્રમાણમાં લાભ લે  તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નેહલ શુક્‍લ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

(2:59 PM IST)