<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

જંકશન પ્‍લોટ મેઇન રોડના જાહેર યુરીનલમાં ભુગર્ભનું જોડાણ જ નથી! ગંદકીથી ત્રસ્‍ત બનતા લોકો

સ્‍વચ્‍છતાના અભાવે બદબુ તથા રોગચાળો ફેલાવાનો ભયઃ જોશનાબેન નેભાણીનો મેયરને પત્ર

રાજકોટ શહેરના જંકશન પ્‍લોટ મેઇન રોડ પર જાહેર મુતરડીમાં સફાઈના અભાવે ફેલાતી ભયંકર, ગંદકી,બદબૂ તથા રોગચાળાના ફેલાવા અંગે જાગળત નાગરિક જોશનાબેન નેભાણીએ મેયરને પત્રલખી સ્‍વચ્‍છતા કરાવવા માંગ કરી છે.

પત્ર મુજબ  જંકશન-ગાયકવાડી પ્‍લોટ મેઇન રોડ પર રેલ્‍વે ગાર્ડ રૂમની પાસે વોકળાને કાંઠે રા.મ્‍યુ.કોર્પોરેશનની જાહેર મુતરડી છે. આ મુતરડીનો આખા દિવસમાં જંકશન ગાયકવાડી પ્‍લોટના સૌ વ્‍યાપારીઓ, રાહદારીઓ તથા નજીકમાં આવેલા રેલ્‍વે સ્‍ટેશનના આ રોડ પરથી પસાર થતા હજારો મુસાફરો ઉપયોગ કરે છે.

આ મુતરડીનું કોઈ ડ્રેનેજ કે ભૂગર્ભ માં નિકાલ આપેલ નથી. જેથી દરરોજ હજારો લોકોનું મૂત્ર ખુલ્લા વોકળામાં વહે છે.  પરિણામે આ રોડ પરથી પસાર થતા નાગરિકો, મહિલાઓ, વળધ્‍ધો, વેપારીઓ,વિદ્યાર્થીઓ,રેલવેના યાત્રિકો તથા આસપાસના રહેવાસીઓને વગેરેને ભયંકર બદબૂ ગંદકીને સહન કરવી પડે છે. તથા રોગચાળાનો ભય રહે છે.ઉપરાંત આ મુતરડીની કયારેય સફાઈ થતી નથી.

આથી તુરંતજ લોકોના આરોગ્‍યના હિતમાં આ જાહેર મુતરડીનું ડ્રેનેજ ભૂગર્ભ જોડાણ કરવા તથા દરરોજ આ મુતરડીની પાણી,થા જંતુનાશકો થી સફાઈ કરાવવા  પત્રના અંતમાં જોશનાબેન માંગ કરી છે

(3:47 PM IST)