તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
મહાનગરપાલિકામાં ભાજપને જીતાડી જનતાએ વિશ્વાસ પૂન :પ્રસ્થાપિત કર્યોઃ રમેશભાઇ ટીલાળા

રાજકોટઃ તા.ર૯, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ચૂટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય અને પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. શહેરના મતદાતાઓએ ફરી એકવાર વિકાસ, સુશાસન અને પારદર્શક વહીવટને સમર્થન આપતા ભાજપ પર વિશ્વાસ મૂકયો છે. જે બદલ ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા દ્વારા રાજકોટના લોકોનો આભાર માનવામાં આવ્યો છે. તમામ નવનિયુક્ત કોર્પોરેટરોને અભિનંદન પાઠવી આ પરિણામને જનતા દ્વારા વિકાસમાર્ગી નીતિઓને અપાયેલો સ્પષ્ટ સમર્થન તરીકે ગણાવ્યું હતું તેઓએ જણાવેલ કે ે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દ્રષ્ટિવંત નેતળત્વ હેઠળ દેશમાં તેમજ રાજ્યમાં થયેલા વિકાસકાર્યોનો સકારાત્મક પ્રતિસાદ મતદાતાઓએ આપ્યો છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં આગળ વધતા વિકાસને પણ આ જીત સાથે જોયો હતો. સાથે જ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિતના યુવા અને ઊર્જાવાન નેતળત્વની કામગીરીને પણ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના માર્ગદર્શન અને સંગઠનાત્મક વ્યૂહરચનાથી પાર્ટી વધુ મજબૂત બની રહી છે અને કાર્યકર્તાઓમાં નવી ઊર્જાનો સંચાર થયો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
ભાજપના કાર્યકરોની સંગઠિત શક્તિ અને સતત મેદાની કાર્યપ્રવળત્તિએ આ વિજયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું તેઓએ અંતમાં જણાવેલ.
(4:10 PM IST)










