News of Tuesday, 8th September 2026
લોકમેળાનું સમાપનઃ ફૂડ અને રમકડાના ધંધાર્થીઓને ભારે નુકશાનઃ આઇસ્ક્રીમ તથા રાઇડના સ્ટોલ ધારકો લાખો કમાયાઃ ફરીયાદોના ઢગલાઃ તંત્રે રાહતનો શ્વાસ લીધો

રાજકોટના જગપ્રસિધ્ધ પાંચ દિવસીય લોકમેળાનું રવિવારે સમાપન થયું હતું વિકાસથી વિરાસત લોકમેળામાં પાંચ દિવસમાં ૧૪ લાખથી વધુ લોકો ઉમટી પડયા હતા, કલેકટર તંત્ર દ્વારા સમગ્ર આયોજન અંગે પુરતી તકેદારી રાખવામાં આવી હતી. જેથી લાખો લોકોએ મનભરી મેળાનો આનંદ માણ્યો હતો. મેઘરાજાએ પણ જન્માષ્ટમીના તહેવારોમાં રજા રાખતા લોકો વેપારીઓને રાહત થઇ હતી. આઇસ્ક્રીમ અને ફજતના સ્ટોલ ધારકોને ધૂમ કમાણી થઇ હતી. જો કે બીજી તરફ ખાણી-પીણી તથા રમકડાના વેપારીઓમાં પુરતો ધંધો ન થતા ઉહાપો મચી ગયો હતો. કલેકટર ઉપરાંત કોર્પોરેશન, પોલિસ સહિતના સ્ટાફ દ્વારા સમગ્ર લોકમેળાનું આયોજન શાંતિપૂર્વક પૂર્ણ થતા રાહતનો શ્વાસ લીધો હતો. મેળામાં ગંદકી પ્રદૂષણ ધુસણખોરી વધુ ભાવ લેવા સહિત અનેક બાબતે ફરીયાદોનો ઢગલો થયા હતા જો કે કલેકટરે મેળો શાંતિપૂર્વક રહેતા પ્રજાનો આભાર વ્યકત કર્યો છે.
(3:27 PM IST)










