તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
જનગણના માટે ગણતરીદાર જયારે ઘરની મુલાકાત કરે ત્યારે જરૂરી સહકારી આપશોઃ તંત્રનો અનુરોધ

રાજકોટ, તા., ર૭ : ભારતની જનગણના-૨૦૨૭ની કામગીરી અંતર્ગત શહેરની જનગણનાની કામગીરી રાજકોટ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવેલ છે, અત્રેની કચેરી દ્વારા આ કામગીરી માટે આવશ્યક સેવા હેઠળનાં કેન્દ્ર સરકારના રેલવે તેમજ પોસ્ટલ વિભાગ તેમજ રાજય સરકારશ્રીની વિવિધ કચેરી તેમજ જિલ્લા પંચાયત-રાજકોટ, તાલુકા પંચાયત-રાજકોટ તેમજ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા-વોટર-વર્કસ-ડ્રેનેજ-સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતની આવશ્યક સેવા હેઠળનાં કર્મચારીની નિમણુંક ગણતરીદાર તેમજ સુપરવાઈઝર સહિતના કુલ ૪૨૦૦ જેટલા કર્મચારીને નિયુક્ત કરવામાં આવેલ છે.
આ તમામ સ્ટાફની તાલીમ પ્રક્રિયા તા.૩૦/૦૫/૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેમજ તા.૦૧/૦૬/૨૦૨૬ થી તા.૩૦/૦૬/૨૦૨૬ સુધીમાં પ્રથમ તબક્કાની કામગીરી કરવાની રહેશે. આ તમામ વિભાગોની દૈનિક-રોજીંદી કામગીરીને અસર ન થાય તે રીતે મૂળ કામગીરી ઉપરાંતની વધારાની જનગણના-૨૦૨૭ની કામગીરી સુપ્રત કરવામાં આવેલ છે. આ તમામ વિભાગોએ પોતાના વિભાગોની દૈનિક કામગીરીને અસર ન થાય તે રીતે કામગીરીનું આયોજન સુનિヘતિ કરવાનું રહેશે.
રાષ્ટ્રના વિકાસની નિતીના ઘડતર માટે પાયારૂપ ડેટા મેળવવાની રાષ્ટ્રીય કામગીરી- જનગણની-૨૦૨૭ની કામગીરી માટે ગણતરીદાર જયારે આપના ઘરની મૂલાકાત કરે ત્યારે જરૂરી સહકાર આપવા જાહેર જનતાને તંત્રએ અનુરોધ કર્યો છે.
(3:56 PM IST)










