તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
હીરાસરમાં બસ પાર્કિંગ આપોઃ રાજકોટ-અમદાવાદ તથા જેતપૂર હાઇવેની હાલત સૂધારોઃ ફરિયાદ સંકલનમાં તડાપીટ
ઓૈદ્યોગિક વિસ્તારના અનેક પ્રશ્નો હજુ પણ પેન્ડીંગઃ ફરિયાદ-સંકલન અંગે બેઠક યોજાઇ

રાજકોટ, તા. ૨૧: નવેમ્બર - રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં નવેમ્બર માસની જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રીએ વિવિધ કચેરીઓની કામગીરી અને હાલમાં ગતિમાન વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.
કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં હીરાસર એરપોર્ટ ખાતે બસ ર્પાકિંગની વ્યવસ્થા, રાજકોટ-અમદાવાદ હાઇવે તથા રાજકોટ-જેતપુર હાઇવે પર સમારકામ સહિતના પ્રશ્નોને આવરી લેવાયા હતા. આ સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવા કલેક્ટર સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ ઉપરાંત, વિવિધ કચેરીઓને સોંપાયેલા લક્ષ્યાંકો સમયમર્યાદામાં પૂર્ણ થતાં સી.એમ. ડેશબોર્ડ પરના જિલ્લાના સારાં પરફોર્મન્સને ક્લેક્ટરશ્રીએ બિરદાવ્યું હતું. તથા બાકી કચેરીઓને લક્ષ્યાંક સમયસર પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું. ઔદ્યોગિક વિસ્તારના પેન્ડિંગ પ્રશ્નો અંગે ચર્ચા કરીને તેના નિરાકરણ માટે જરૂરી સૂચના આપી હતી. તેમજ કચેરીઓને આગામી સમયમાં આવનારી ગ્રામ પંચાયતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી સંબંધિત તૈયારીઓ શરૂ કરવા પર ભાર મૂકયો હતો.
(3:34 PM IST)










