<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

રાજકોટ માટે ગૌરવની ક્ષણ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ ‘iIndePro’ની ‘ભારત ઈનોવેટ્સ 2026’ માટે પસંદગી

ફ્રાન્સમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ; રાજકોટના ઇનોવેશનને વૈશ્વિક મંચ મળશે : આ સિદ્ધિને પગલે રાજકોટ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર થયું

રાજકોટ તા.૨૫ : શહેર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટર હેઠળ વિકસેલા સ્ટાર્ટઅપ ‘iIndePro’ની પ્રતિષ્ઠિત ‘ભારત ઈનોવેટ્સ 2026’ માટે પસંદગી થઈ છે. આ સ્ટાર્ટઅપ હવે ફ્રાન્સમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

 

‘ભારત ઈનોવેટ્સ 2026’ એ ભારત સરકારની પહેલ છે, જેના દ્વારા દેશના શ્રેષ્ઠ ઇનોવેશનને વૈશ્વિક મંચ પર રજૂ કરવામાં આવે છે. દેશભરના હજારો સ્ટાર્ટઅપ્સમાંથી ‘iIndePro’એ પોતાનું સ્થાન મેળવ્યું છે.

 

‘iIndePro’ની આ સિદ્ધિને પગલે રાજકોટ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર થયું છે. યુનિવર્સિટીના કુલપતિ અને સ્ટાર્ટઅપ ટીમે આ સફળતાને રાજકોટના યુવાનો માટે પ્રેરણારૂપ ગણાવી છે.

 

ફ્રાન્સ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ‘iIndePro’ પોતાનું ઇનોવેશન વિશ્વ સમક્ષ રજૂ કરશે, જેનાથી ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નવી ઓળખ મળશે.

(3:33 PM IST)