<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

જ્‍યુબેલી શાકમાર્કેટ નવીનીકરણ ટેન્‍ડર સામે વિરોધઃ રદ કરવા વેપારીઓની માંગ

સામાન્‍ય રિનોવેશનથી જરૂરી સુવિધાઓ મળી રહે તેમ હોવા છતાં ૨૮ કરોડનો ખર્ચ : નાણાનો વ્‍યયઃ ૪ માંગણીઓ મુકીઃ વેપારીઓનો રોષ

રદ્દ કરો! શહેરની વર્ષો જુની જયુબેલી શાક માર્કેટના નવીનીકરણનું ટેન્‍ડર રદ્દ કરવા વેપારીઓ દ્વારા મ્‍યુનિ.કોર્પોરેશનમાં રજુઆત કરવામાં આવી હતી તે વખતની તસ્‍વીર.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટઃ શહેરની ઐતિહાસિક જ્‍યુબેલી શાકમાર્કેટ ભાગ-૧ ખાતે મનપા  દ્વારા અંદાજે રૂ.૨૮ કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ માટે મંજૂર કરાયેલા ટેન્‍ડર સામે વેપારીઓમાં ભારે અસંતોષ અને વિરોધ જોવા મળ્‍યો છે.

વેપારીઓના જણાવ્‍યા અનુસાર હાલ માર્કેટમાં સામાન્‍ય રિનોવેશન દ્વારા જરૂરી સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવી શકાય તેવી પરિસ્‍થિતિ હોવા છતાં આટલી મોટી રકમના ખર્ચને કારણે જાહેર નાણાંનો બિનજરૂરી વ્‍યય થવાની શકયતા છે.

વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે નિર્ણય લેતા પહેલા એસ્‍ટેટ વિભાગ અથવા માર્કેટના વેપારીઓ સાથે યોગ્‍ય ચર્ચા કે સલાહ લેવામાં આવી નથી. ઉપરાંત હાલ માર્કેટમાં મોટા -માણમાં સ્‍ટોલ ખાલી હોવા છતાં ભાડામાં વધારો કરવાના સંકેતો વેપારીઓના રોજગારને સીધી અસર કરી શકે છે.

વેપારીઓએ મુખ્‍ય માંગણીઓ કરતા જણાવેલ કે, ઞ્જ રૂ.૨૮ કરોડના ટેન્‍ડરને તાત્‍કાલિક રદ કરવામાં આવે. ઞ્જ જરૂરી હોય ત્‍યાં માત્ર જરૂરી રિનોવેશનથી સુવિધાઓ સુધારવામાં આવે. ઞ્જ વેપારીઓને સ્‍થળાંતર કરવા માટે મજબૂર ન કરવામાં આવે. ઞ્જ કોઈપણ નિર્ણય પહેલા વેપારીઓ સાથે ચર્ચા કરવામાં આવે.

આ ઉપરાંત વેપારીઓએ ચેતવણી આપી છે કે જો યોગ્‍ય અને ન્‍યાયસંગત નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

(3:10 PM IST)