<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

નવરાત્રીમાં‘લવ જેહાદ'અટકાવવા કડક વ્‍યવસ્‍થા ગોઠવવા રજૂઆત

હિન્‍દુ સ્‍વરાજસેનાએ પોલીસ કમિશનરને વિસ્‍તૃત આવેદન પાઠવ્‍યું

રાજકોટઃ શહેરમાં હિન્‍દુ સ્‍વરાજ સેના દ્વારા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ને આગામી નવરાત્રીના તહેવારોને લઇ ‘લવ જેહાદ' જેવી પ્રવૃતિઓ અટકાવવા યોગ્‍ય સુરક્ષા વ્‍યવસ્‍થા કરવા બાબતે રજૂઆત કરાઇ છે.  જેમાં શહેરમાં યોજાતા ડિસ્‍કો દાંડિયા તથા ગરબા કાર્યક્રમોમાં પ્રવેશ માટે ખાસ આધાર કાર્ડ અથવા અન્‍ય માન્‍ય ઓળખપત્રની ચકાસણી ફરજીયાત કરવા પોલીસ ડીપાર્ટમેન્‍ટ દ્વારા પુરતુ ધ્‍યાન આપવા આયોજક દ્વારા પ્રવેશ દ્વારા પર યોગ્‍ય આઇડી વેરીફિકેશન અને સુરક્ષા વ્‍યવસ્‍થા રાખવા ગરબા  પુરતી સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવે તેમજ શંકાસ્‍પદ અથવા ગેરવર્તન કરતા વ્‍યક્‍તિઓ પર નજર રાખવા ગરબા આયોજકને કાર્યક્રમના પ્રવેશ દ્વારા  તથા સ્‍થળ પર તિલકની વ્‍યવસ્‍થા રાખવા માટે જરૂરી સૂચના આપવા,  કોઈપણ વ્‍યક્‍તિ દ્વારા યુવતીઓ સાથે છેડછાડ, પીછો કરવો, ખોટી ઓળખ આપવી, હેરાનગતિ કરવી કે અન્‍ય કોઈ ગેરકાયદેસર પ્રવળત્તિ કરવામાં આવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરપ્રવળત્તિ કરવાના હેતુથી પ્રવેશ કરવાનો પ્રયાસ કરનાર  કડક નજર રાખવામાં રજૂઆત કરી હતી. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:26 PM IST)