તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
રા. લો. સંઘમાં ચેરમેન-વાઇસ ચેરમેનની ચુંટણી અંગે જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા દરખાસ્ત બાદ કાર્યવાહી
જીલ્લા સહકારી સંઘમાં સીટી પ્રાંત-૧ અધિકૃત છેઃ કોરમ પુરૂ ન થવાને કારણે ચુંટણી મુલત્વી રખાયેલ

રાજકોટ, તા., ૨૪ : જિલ્લામાં સહકારી ક્ષેત્રની સંસ્થાઓની ચૂંટણીઓ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું કલેકટરે ઉમેર્યુ હતું. તેમણે જણાવ્યું કે રાજકોટ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની બીજી ટર્મ માટેની ચૂંટણી પ્રક્રિયા અર્થે પ્રાંત અધિકારી, રાજકોટ શહેર-૧ ને અધિકળત કરવામાં આવ્યા છે
તારીખ ૧૬ સપ્ટેમ્બરના રોજ મળનારી મીટિંગમાં જરૂરી કોરમ પૂરું ન થવાને કારણે આ બેઠક તે દિવસે મુલતવી જાહેર કરવામાં આવી હતી. હવે આ ચૂંટણી માટે આગામી સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.
રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના તમામ ડિરેક્ટર્સની ચૂંટણી ગત ૮ સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ ગઈ છે. આ ચૂંટણી અંતર્ગત રાલો સંઘમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે આગામી દિવસોમાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર તરફથી રજૂઆત કરવામાં આવશે. આ રજૂઆત બાદ ચુંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ રાલો સંઘના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી સંપન્ન થશે
રાજકોટ જિલ્લા સહકારી સંઘમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અંગે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર દ્વારા પ્રપોઝલ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે. જ્યારે અન્ય સંસ્થાઓમાં ડાયરેક્ટર્સની ચૂંટણીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. તંત્ર દ્વારા સહકારી ક્ષેત્રની તમામ ચૂંટણીઓ લોકશાહી ઢબે અને સુચારૂ રૂપે પાર પાડવા માટે જરૂરી નિર્દેશો જારી કરી દેવામાં આવ્યા છે
(3:57 PM IST)










