તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
ગરબા પ્રેમીઓ માટે આદિ શકિત ગીતનું નિર્માણ
ખુશાલી જોશીનો અભિનય, ગાયક વિદિતા શુકલા, ભાવિક જોશી દ્વારા ગીતની શબ્દ રચના

રાજકોટ : ગરબા પ્રેમીઓ માટે માઁ જગદંબા માતાજી ના નવલાં નોરતા નિમિતે ભક્તિ-શ્રધ્ધા અને આરાધના સાથે ગુજરાતના પૌરાણિક રાસ-ગરબા સંસ્કળતિને જાળવી અત્યારના નવ યુવાનોને ગમે તેવી અતિ આધુનિક ટેકનોલોજી દ્વારા ક્રિશિવ ફિલ્મસ પ્રોડકશન ધ્વારા આદિ શક્તિ ગીતનું નિર્માણ કરવામાં આવ્યુ છે. ગીતમાં મુખ્ય અભિનેત્રી તરીકે ખુશાલી જોષીએ અભિનય કર્યો છે.
સિંગર વિદિતા શુકલાએ પોતાના સ્વરોથી ગીતને જીવંત બનાવ્યું છે. ગીતની શબ્દ રચના અને સંગીત ભાવિક જોષી દ્વારા કરવામાં આવ્યુ છે. ડિરેક્શન અને કોરીયોગ્રાફી પાયલ પારેખ દ્વારા કરવામાં આવી છે. જયારે અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુકેલા મિહિર ફિચડીયા દ્વારા સિનેમેટીક વિઝુઅલ તરીકે આપવામાં આવ્યા છે.
વિડિયો નિર્માણના પ્રોડકશનની જવાબદારી ધ ફિચર્સ ફિલ્મસ ભાવિન પંડયા દ્વારા ગીતનું એડીટીંગ દેવ દ્વિવેદી દ્વારા જામનગર મુકામે તથા કલર્સ અને ડી.આઇ. કાવિર ચૌહાણ દ્વારા કરવામાં આવ્યુ છે. ખુશાલી જોષીનું પ્રથમ ગીત આરડીસી ગુજરાતી યુટયુબ ચેનલ પર રજુ કરવામાં આવ્યુ છે.
આ અંગે માહીતી માટે ખુશાલી જોશી-અભિનેત્રી મો.૯૯૦૪૭ ૦૬૮૯૮, સંગીતકાર લીરીકસ ભાવિક જોશી ૯૮ર૪૩ ૧૯૧૦૯, ભાવીન પંડયા પ્રોડકશન મેનેજર, ક્રિશીવ ફિલ્મ પ્રોડકશન ૭૦૪૧૧ ૭૮૪૩૦નો સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:24 PM IST)










