તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
શોભાયાત્રામાં શોભશે શણગાર, શામળાનો જયજયકારઃ ‘જુનિયર ટપુ’ જાડાશે
મૈં હી દ્રૌપદી કી પુકાર હું, મૈં ભાગવત કા સાર હું, મૈં તલવારો કી ધાર હું, અધર્મ કા સંહાર હું, રથ કા હૂં સારથિ, યુધ્ધ કા હું મહારથી

રાજકોટ, તા.૨: શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ૪૧મી શોભાયાત્રા ભવ્યાથી ભવ્ય બને તેના માટે રાજકોટવાસીઓની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર શહેરમાં ભક્તિમય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમી કાર્યાલય પર અનેક લોકો, મંડળ, સંસ્થાઓ, યુવાનો, કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો સંપર્ક કરી રહ્યા છે અને જન્માષ્ટમી શોભાયાત્રામાં પોતાના વિશેષ યોગદાન માટે પ્રયત્નો કરી રહ્યા છે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ ભક્તિ પ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદથી તથા માર્ગદર્શક મંડળ ના સભ્યો, સમિતિના અધ્યક્ષ રાજાભાઈ વાવડી, ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ વાળા, કાર્યકારી અધ્યક્ષ તીર્થરાજસિંહ ગોહિલ, સમિતિના ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલીયા ઉપરાંત અનેક કાર્યકર્તાઓ બધા ભેગા મળીને શોભાયાત્રાની તૈયારીઓને અંતિમ રૂપ આપી રહ્યા છે. ગઈકાલે રાત્રે સમિતિના હોદ્દેદારો સહિતના કાર્યકર્તાઓ રાજકોટ શહેરના અલગ અલગ મંડળોની મુલાકાતે ગયેલ હતા.
તમામ લતા સુશોભન અને ફ્લોટ સુશોભન કરતા મંડળોને જરૂરી તમામ સાહિત્ય ઉપલબ્ધ કરાવવા તથા તમામ સ્થાનિક કાર્યકર્તાઓએ બધાએ ભેગા મળી આ મહોત્સવમાં સમાજના દરેક વર્ગ લોકોને સહભાગી બનાવવા માટે પ્રેરિત કર્યા હતા. નટખટ કાનુડાના જન્મોત્સવને ભવ્યતા અને ધાર્મિક ભાવના સાથે ઉજવવા માટે રાજકોટના ખૂણે ખૂણામાં કાર્યકર્તાઓ દ્વારા ‘શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય' ના નારા સાથે ભક્તો ભાવવિભોર છે. આ વર્ષની શોભાયાત્રામાં વિવિધ ધાર્મિક, સાંસ્કળતિક અને શૌર્યપ્રદર્શન ના આકર્ષણો શહેરીજનોને પ્રભાવિત કરશે.
ટપુ જેનીશ બુદ્ધદેવ
લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જુનિયર ટપુ તરીકે જાણીતા જેનીશ બુદ્ધદેવની શોભાયાત્રામાં ભવ્ય એન્ટ્રી કરશે. મૂળ રાજકોટના વતની જુનિયર ટપુ જેનીશ બુદ્ધદેવે નાની ઉંમરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ ઊભી કરી છે. સુપરહિટ ફિલ્મ ‘ધમણ' માં જેનીશ નો મહત્વનો રોલ હતો. ઉપરાંત હિન્દી ટીવી સીરીયલ અલ્યા બાઈ, મેરે સાઈ, વિઘ્નહર્તા ગણેશ, રાધાકૃષ્ણ , ભીમરાવ આંબેડકર માં પણ મહત્વનો રોલ ભજવ્યો છે. ગત ૩૧ ઓગસ્ટના રોજ ‘ટી સિરીઝ' દ્વારા ‘ઓ દ્વારિકા વાળા' સોંગ રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં જેનિશે શ્રી કૃષ્ણ ભગવાન નું મુખ્ય પાત્ર માં જોવા મળ્યા હતા.
શ્રી શક્તિ તલવારબાજી ગ્રુપ
શોભાયાત્રામાં શ્રી શક્તિ તલવારબાજી ગ્રુપની બહેનો દ્વારા ઐતિહાસિક શૌર્ય પ્રદર્શન કરવામાં આવશે. શ્રી શક્તિ તલવારબાજી ગ્રુપ રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષથી વલ્લભ વાટીકા પબ્લિક ગાર્ડન, બ્રાહ્મણીયા પરા ૭, સંત કબીર રોડ ખાતે કાર્યરત છે. આ ગ્રુપના સંચાલક પ્રિયંકાબેન રાઠોડ અને તેમની ટીમ દ્વારા આજ સુધીમાં ૭૦૦૦ થી વધુ સનાતન હિન્દુ ધર્મના ૫ વર્થ થી ૬૦ વર્ષ સુધીના લોકોને તલવારબાજી અને લાઠી બાજી તથા ઢાલ તલવાર નો અભ્યાસ કરાવી ચુકયા છે. ‘શષા શક્તિ અને સાહસ' એ આ ગ્રુપનું સૂત્ર છે. ‘શક્તિ રૂપીસ્ત્રી જ્યારે શષા હાથ ધરે ત્યારે તેના સાહસના પરચા આખી દુનિયા જોવે છે.' આ વર્ષે જન્માષ્ટમી શોભાયાત્રામાં શ્રી શક્તિ તલવારબાજી ગ્રુપના બહેનો દ્વારા તલવારબાજી સહિતના પરંપરાગત શૌર્યકૌશલ્યનું પ્રદર્શન કરી નારીશક્તિ અને ભારતીય શૌર્ય પરંપરાનો સંદેશ આપવામાં આવશે.
બ્યુટી પાર્લર અને ફેન્સી ડ્રેસ, પોપટપરા
આ ઉપરાંત ભક્તજનો માટે નિખાર બ્યુટી પાર્લર અને ફેન્સી ડ્રેસ, પોપટપરા ના ભાવનાબેન કલોલા (મો. ૯૭૩૭૬ ૬૫૩૮૬) દ્વારા વિશેષ સેવા કરવામાં આવશે. શોભાયાત્રામાં ભાગ લેનાર ભક્તોને શ્રીકૃષ્ણ જન્મોત્સવની થીમને અનુરૂપ શળંગાર અને ફેન્સી ડ્રેસ માટે ના વષાો નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક વિવિધ વેશમાં શોભાયાત્રામાં જોડાઈ શકે.
વેશભુષાના નિયમો
* ઉપરોકત સેવા માત્ર વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી શોભાયાત્રા માં ભાગ લેતા બાળકો અને યુવાનો માટે જ રહેશે.
* આગલે દિવસે ૩ તારીખે વષાો મેળવી લેવા અને શોભાયાત્રા પૂર્ણ થાય પછી તુરંત પરત આપી દેવા. જો એક દિવસથી વધારે સમય વષાો રાખવામાં આવશે તો તેનું ભાડું લેવામાં આવશે.
* શોભાયાત્રામાં સહભાગીતા નો ફોટો અથવા વિડિયો મોકલવાનો રહેશે.
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઉપાધ્યક્ષ ડો. હેમાંગ વસાવડા, પ્રફુલભાઇ નડીયાપરા, એન. જી. પરમાર, ડો. હિરેન વિસાણી, ભુપતભાઈ બોદર ઉપરાંત અનેક કાર્યકર્તાઓ દ્વારા રાજકોટની ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સહભાગી બની ‘જય શ્રીકૃષ્ણ 'ના જયઘોષ સાથે નટખટ કાનુડાના વધામણા કરવા હાર્દિક આહ્વાન કરવામાં આવ્યું છે. વનરાજભાઇ ગરૈયા વિહિપ રાજકોટ મહાનગર અધ્યક્ષ, કુણાલભાઈ વ્યાસ - સૌરાષ્ટ્ર પ્રાંત વિશેષ સમ્પક સહ પ્રમુખ, કૌશીકભાઈ સરધારા - સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રસાર સહ પ્રમુખ, પરેશભાઇ રુપારેલીયા પ્ર વિહિપ રાજકોટ વિભાગ મંત્રી, દિપકભાઇ ગમઢા - વિહિપ રાજકોટ વિભાગ સહ મંત્રી વગેરે એ ધર્મસભા અને ધર્મયાત્રામાં જોડાવા અપીલ કરી છે
(3:29 PM IST)










