તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
ચુંવાળીયા કોળી જ્ઞાતિ મંડળ દ્વારા સંત વેલનાથ બાપુની શોભાયાત્રા

ચુંવાળીયા કોળી જ્ઞાતિ મંડળ પ્રેરિત સંત વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિ દ્વારા આજે અષાઢી બીજે પૂ. વેલનાથબાપુની વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી હતી. સવારે બહુમાળી ભવન ચોક ખાતે સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાયુ હતુ. સંતશ્રી વેલનાથબાપુના જય જયકારથી માર્ગો ગજાવી દેવાયા હતા. ડી.જે.ના તાલે સૌ ઝુમી ઉઠયા હતા. કોળી સમાજના ભાઇ બહેનો બહોળી સંખ્યામાં આ રથયાત્રામાં સામેલ થયા હતા. અહીંથી પ્રારંભ થઇ હોસ્પિટલ ચોક, પારેવડી ચોક થઇ કુવાડવા રોડ પર આવેલ સંત વેલનાથ કોમ્યુનીટી હોલ ખાતે શોભાયાત્રા સમાપન પામી હતી. જયાં મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. તસ્વીરમાં સંતશ્રી વેલનાથ બાપુની પ્રતિમા અને સુશોભિત રથ સાથે જોડાયેલ કોળી સમાજના જ્ઞાતિજનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:01 PM IST)










