તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવમાં યોજાનાર ૧૦૦૮ કુંડી મહાયજ્ઞમાં યજમાન બનવાનો લ્હાવોઃ નામ નોંધણી શરૂ

રાજકોટઃ વિશ્વપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને આગામી તારીખ ૨૧ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ ૧૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય આ ૧૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી તા. ૧૯ થી ૨૧ જાન્યુઆરી ૨૦૨૭ ત્રણ દિવસ સુધી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દશાબ્દી મહોત્સવમાં ત્રણ દિવસ સુધી ૧૦૦૮ કુંડી મહાયજ્ઞ સહિતના જાજરમાન કાર્યક્રમો યોજાનાર છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે ૧૦૦૮ કુંડી મહાયજ્ઞમાં યજમાન બનવા માંગતા ઈચ્છુકો માટે નામ નોંધણીનો -ારંભ કરવામાં આવ્યો હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
તારીખ ૧૯ થી ૨૧ જાન્યુઆરી ૨૦૨૭ એમ ત્રણ દિવસ સુધી સવાર થી બપોર સુધી શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં મહાયજ્ઞ યોજાશે. જેમાં કુલ ૧૦૦૮ કુંડ રાખવામાં આવ્યા છે. એક કુંડ દીઠ મુખ્ય યજમાન સહિત કુલ ૮ લોકો મહાયજ્ઞમાં બેસીને આહૂતિ આપી શકશે. યજ્ઞમાં બેસવા માંગતા યજમાનો નિશ્ચિત અનુદાન નોંધાવીને ઓફલાઈન અને ઓનલાઈન બુકિંગ કરી શકશે. જો કોઈપણ વ્યક્તિ યજમાન બનવા ઈચ્છુક હોય તો તેઓએ મો.નં. ૭૪૮૬૦-૭૯૬૪૭ અથવા ૮૫૧૧૧૨૧૨૪૮ પર સંપર્ક કરવો અથવા રાજકોટ સ્થિત શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના મુખ્ય કાર્યાલય ખાતે રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા યોજાનાર શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવમાં ત્રણેય દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે. જેમાં ૧૦૦૮ કુંડી મહાયજ્ઞ, મહારાસ, મહા ધર્મસભા, લોક ડાયરો, પ્રદર્શન, મહા ધ્વજારોહણ, મહાઆરતી સહિતના ધાર્મિક, સામાજિક અને સાંસ્કળતિક કાર્યક્રમો યોજાશે. તેમ અંતમાં જણાવાયું છે
(2:16 PM IST)










