<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

દૂષ્‍કર્મ પીડીત શિક્ષીકાના અંગત ફોટા, ચાર મોબાઇલ નંબર સહિત વાયરલ કરી દેનારા ધ્રુવલ દેસાઇ સામે વધુ એક ગુનો

પુર્વ શિક્ષીકાએ દૂષ્‍કર્મની ફરિયાદ દાખલ કરાવતાં આરોપી ધ્રુવલે પોતે ફિનાઇલ પીતો હોય તેવો વિડીયો વાયરલ કર્યો હતોઃ તેમજ શિક્ષીકા સાથેના ચેટ, તેણીના ફોટા, ચાર મોબાઇલ નંબર, બેંક એકાઉન્‍ટની વિગતો ઇન્‍સ્‍ટાગ્રામમાં મુકી દીધી હતીઃ ગાંધીગ્રામ પીઆઇ એચ. પી. ગઢવીએ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૮: શહેરમાં રહેતાં એક શિક્ષીકા કે જેમણે પોતાની સાથે દૂષ્‍કર્મ આચર્યાની પોતાના જ જુના વિધાર્થી વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી હતી તે પુર્વ વિદ્યાર્થી વિરૂધ્‍ધ ભોગ બનનાર શિક્ષીકાના અંગત ફોટા વાયરલ કરી દઇ તેમજ તેની મોબાઇલ નંબર, બેંક એકાઉન્‍ટ સહિતની વિગતો વાયરલ કરી દેવા અંગે આઇટી એક્‍ટ હેઠળ વધુ એક ગુનો દાખલ થયો છે.

આ બનાવમાં ૩૮ વર્ષિય મહિલાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે સંસ્‍કાર સીટી બી વીગ-૪૦૩માં રહેતાં ધ્રુવલ પંકજભાઇ દેસાઇ તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્‍યો છે. ગૃહિણીએ પોતાની ફરિયાદમાં લખાવ્‍યું છે કે મારા લગ્ન બાદ છુટાછેડા થઇ ગયા હતાં. અમારે એક દિકરો હોઇ જે પતિ સાથે રહે છે. હાલ હું એકલી રહુ છું. વર્ષ ૨૦૧૨-૧૩માં હું રાજકોટની ખાનગી સ્‍કૂલમાં શિક્ષીકા તરીકે નોકરી કરતી હતી. ત્‍યારે ધ્રુવલ દેસાઇ ત્‍યાં અભ્‍યાસ કરતો હતો. તે વખતે અમે બંને ફેસબૂક ફ્રેન્‍ડ પણ હતા. પરંતુ અમે ક્‍યારેય ચેટ કર્યુ નહોતું.

એ પછી વર્ષ ૨૦૨૩-૨૪માં હું અન્‍ય સ્‍કૂલમાં શિક્ષીકા તરીકે નોકરી કરતી હતી ત્‍યારે જુન-૨૦૨૪માં ધ્રુવલ દેસાઇએ મને ફેસબૂકમાં પ્રથમ વખત મેસેજ મોકલ્‍યો હતો. ત્‍યારથી અમારી વચ્‍ચે વાતચીત શરૂ થઇ હતી અને પરીચય આગળ વધતાં એક બીજાને રૂબરૂ મળવા લાગ્‍યા હતાં. બહાર ફરવા પણ જતાં હતાં. એ દરમિયાન ધ્રુવલે મારી સાથે લગ્ન કરશે તેવી લાલચ આપી હતી અવાર-નવાર અલગ અલગ જગ્‍યાએ મારી સાથે શારીરિક સંબંધ બાંધ્‍યા હતાં. દોઢેક વર્ષ અમારી વચ્‍ચે રીલેશન હતાં.

મને એમ હતું કે ધ્રુવલ મારી સાથે લગ્ન કરશે. પરંતુ તેણે મને છોડી દીધી હતી અને અન્‍ય જગ્‍યાએ સગાઇ કરી લીધી હતી. આ પછી મેં ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં ધ્રુવલ વિરૂધ્‍ધ દૂષ્‍કર્મની ફરિયાદ નોંધાવી હતી. મેં ફરીયાદ કર્યા બાદ ગઇ તા.૨૭/૦૩/૨૦૨૬ના રોજ મારા ઘરે હતી ત્‍યારે સોશીયલ મીડીયા પ્‍લેટફોર્મ ઇન્‍સ્‍ટાગ્રામમાં ન્‍યુઝ પેજ પર મે એક વીડીયો જોયેલ જે વીડીયોમાં ધ્રુવલ દેસાઇ મે કરેલી ફરીયાદમાં પોતે નીર્દોષ હોવાનું જણાવી રહેલ હતો અને પોતાના સ્‍વબચાવમાં આ વીડીયોમાં ધ્રુવલ દેસાઇ પ્રથમ પોતે ફીનાઇલ પીતો દેખાય છે બાદમાં અમો બંને વચ્‍ચે રીલેશનમાં હતા તે દરમ્‍યાન અમો બંને વચ્‍ચે થયેલ વોટ્‍સઅપ ચેટના સ્‍ક્રીનશોટ, અમારા બંનેના અંગત પળોના ફોટા, મારી એકલીના અર્ધ નગ્ન હાલતમાં ફોટા, મારા અલગ અલગ ચાર મોબાઇલ નંબર વાળો સ્‍ક્રીન શોટ તેમજ મારા બેંક એકાઉન્‍ટની ડીટેઇલ જોવા મળ્‍યા હતાં.

આ પછી મેં આ બાબતે મારા ભાઇના મિત્ર તેમજ મારા ઓળખીતાઓને વાત કરી હતી. રાજકોટમાં જ રહેતા હોય તેમને વાત કરેલ હતી. આ તમામ ચેટ ફોટા એક આઇડી પર મુકવામાં આવ્‍યા હતા.  આ ધ્રુવલ દેસાઇએ અમો બંને વચ્‍ચેનુ વોટ્‍સઅપ ચેટ, અમારા અંગત પળોના ફોટો, મારા અર્ધ નગ્ન ફોટો, મારી બેંક એકાઉન્‍ટ ડીટેઇલ, મારા અલગ અલગ ચાર મોબાઈલ નંબર કોઇપણ રીતે જાહેર કરી દેતા સોશીયલ મીડીયામાં વાયરલ થયેલ હાઇ  તેના વિરૂધ્‍ધમાં તથા અન્‍ય તપાસમાં ખુલે તેના વીરૂધ્‍ધમાં ધોરણસર થવા મારી ફરીયાદ છે. તેમ વધુમાં ભોગ બનનાર મહિલાએ જણાવતાં પીએસઆઇ એ. બી. ચાવડાએ ધ્રુવલ દેસાઇ વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાવ્‍યો છે. પીઆઇ એચ. પી. ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે.

 

(3:45 PM IST)