<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

ગોપાલ ચોકનું ગૌરવ દક્ષાબેન વસાણીની ૧૦૮ની છાપઃ રાત-દિવસ સેવામાં તત્‍પર

‘‘અકિલા'' કાર્યાલયે ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીના વોર્ડ નં. ૯ ના ભાજપના ઉમેદવાર દક્ષાબેન વસાણી તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧૫: વોર્ડ નં.૯ના ભાજપના ઉમેદવાર દક્ષાબેન વસાણી ‘‘અકિલા'' કાર્યાલયે આવ્‍યા હતા. તેમણે અકિલાના મોભી  કિરીટભાઈ ગણાત્રાના આશીર્વાદ લીધા હતા.

અત્‍યંત લાગણીશીલ અને પોતાના વિસ્‍તારના સામાન્‍યથી લઈ સુખી-સંપન્ન લોકોના દુઃખને પોતાનું જ દુઃખ સમજી રાત-દિવસ જોયા વગર કોઈપણ જાતની અપેક્ષા વગર સતત દોડતા રહેતા દક્ષાબેન વસાણી ઉપર ભાજપે ફરીવાર ઉમેદવારીનો કળશ ઢોળ્‍યો છે, એ જ તેમની સેવાનો બોલતો પુરાવો છે.

વોર્ડ નંબર ૯ના તમામ સમાજના લોકો સાથે સરળ સ્‍વભાવથી દક્ષાબેન વસાણી આમ જનતાની વચ્‍ચે રહી તેમની સમસ્‍યાઓ દૂર કરવા સતત પ્રયત્‍નશીલ રહે છે. પોતાના વિસ્‍તારમાં ૧૦૮ની છાપ ધરાવતા દક્ષાબેન વસાણી ૨૪ કલાક હોસ્‍પિટલના કામે ખડે પગે રહી લોકોના સુખે સુખી અને લોકોના દુઃખે દુઃખી જેવી પરોપકારી વળત્તિ ધરાવે છે.

ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ પદે રહી મહિલાઓને પડતી સમસ્‍યાઓ દૂર કરવા, સામાન્‍ય પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે સ્‍કૂલના એડમિશનથી લઈ પુસ્‍તકો સહિત બાળકોને બીજી જરૂરિયાત મુજબની સહાય કરવા માટે તેઓ હંમેશા તત્‍પર હોય છે.

અગાઉ વોર્ડના મહિલા મોરચાના પ્રમુખ તરીકે, શહેર ભાજપ મહિલા મોરચાના મંત્રી તરીકે સંગઠનની જવાબદારી, અનેકવિધ સામાજિક સેવાકીય સંસ્‍થાઓ, રઘુવંશી મહિલા મંડળ સાથે જોડાઈ ખૂબ જ નામના મેળવી છે. ગત ટર્મમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર તરીકે ખૂબ જ ઉમદા કામગીરી કરી હોય વોર્ડ નંબર નવમાં ભાજપે તેમની સેવાકીય કામગીરીને ધ્‍યાને લઈ ફરી વખત ઉમેદવાર બનાવ્‍યા છે.

દક્ષાબેન વસાણી અને તેમની સાથેના કોર્પોરેટર સવાર-સાંજ વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર કાર્યમાં લાગી ગયા છે. ગોપાલ ચોકનું ગૌરવ ગણાતા દક્ષાબેનને વિસ્‍તારમાં ભારે જનસમર્થન મળી રહ્યું છે. 

(3:46 PM IST)