<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

રાજકોટમાં સીંગતેલના ભાવમાં રૃપિયા ૫૦નો ઘટાડો થયો

સામાન્ય જનતાને મળી મોટી રાહતઃલાંબા સમયથી વધી રહેલી મોંઘવારી વચ્ચે આ ઘટાડાથી રસોડાના બજેટમાં થોડી શાંતિ જોવા મળી રહી છે

રાજકોટ : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે, ત્યારે ખાદ્ય તેલ બજારમાંથી મધ્યમ વર્ગ માટે સારા સમાચાર આવ્યા છે. છેલ્લા બે દિવસમાં સીંગતેલના ૧૫ કિલોના ડબ્બાના ભાવમાં રૃપિયા ૫૦નો ઘટાડો નોંધાયો છે. લાંબા સમયથી વધી રહેલી મોંઘવારી વચ્ચે આ ઘટાડાથી રસોડાના બજેટમાં થોડી શાંતિ જોવા મળી રહી છે.

ચાલુ વર્ષે મગફળીનું વિક્રમી ઉત્પાદન થયું હોવા છતાં સીંગતેલના ભાવ સતત આસમાને પહોંચી રહ્યા હતા. એપ્રિલની શરૃઆતમાં ભાવ રૃપિયા ૩૦૦૦ની સપાટી વટાવી ગયા હતા. જોકે, હવે માર્કેટમાં નરમાશ જોવા મળી રહી છે. નવો ભાવઃ રૃપિયા ૨૮૬૦ થી રૃપિયા ૨૯૧૦ પ્રતિ ડબ્બો, જૂનો ભાવઃ રૃપિયા ૨૯૭૫ થી રૃપિયા ૩૦૨૫ પ્રતિ ડબ્બો.અગાઉ ૧ થી ૪ એપ્રિલ  દરમિયાન ભાવ રૃપિયા ૩૦૦૦ને પાર પહોંચી ગયા હતા.

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર ખાદ્ય તેલ બજાર પર

એક તરફ સીંગતેલમાં ઘટાડો થયો છે, પરંતુ બીજી તરફ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આયાતી તેલ (સાઈડ તેલ) ના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ અને ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થવાને કારણે પામ ઓઈલ અને કપાસિયા તેલ જેવા આયાતી તેલના ભાવમાં તેજીનો માહોલ છે, જેના કારણે સીંગતેલના ભાવ પણ પ્રભાવિત થઈ રહ્યા હતા.

(10:17 PM IST)