તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
પ્રિવેન્શન ખૂબ જ જરૂર છે, ત્યારે સંસ્થા આજથી જિંદગી બચાવવા જઈ રહી છેઃનરેશભાઈ પટેલ
રાજકોટમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા અત્યાધુનિક ‘SPCF ડાયગ્નોસ્ટિક સેન્ટર'નો શુભારંભ : સરદાર પટેલ ભવન ખાતે કાર્યરત ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં સચોટ અને વાજબી દરે થશે નિદાન

રાજકોટ : ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન - રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટ શહેરના આંગણે અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓથી સજ્જ 'SPCF ડાયગ્નોસ્ટિક સેન્ટરઁનો દશેરાના પાવન દિવસથી શુભારંભ કરવામાં આવ્યો છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના આદરણીય ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના શુભ હસ્તે દિપ પ્રાગટય કરીને આ ડાયગ્નોસ્ટિક સેન્ટરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ ડાયગ્નોસ્ટિક સેન્ટર રાજકોટ શહેરના ન્યૂ માયાણીનગર સ્થિત ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે આવેલા સરદાર પટેલ ભવન ખાતે ગ્રાઉન્ડ ફ્લોરમાં કાર્યરત રહેશે. લોકો માટે આ ડાયગ્નોસ્ટિક સેન્ટર આગામી તારીખ ૩૧ ઓક્ટોબર ને સરદાર જયંતીના દિવસથી સેવારત થશે. જેનો સર્વ સમાજના લોકો રાહતદરે લાભ લઈ શકશે તેમ જણાવાયું છે.
આ પ્રસંગે શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણે સૌ દશેરાના દિવસે રાવણ દહન કરીએ છીએ. પરંતું શ્રી ખોડલધામ ટ્રસ્ટ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન આજના દિવસથી જિંદગી બચાવવા જઈ રહ્યું છે. સાચા અર્થમાં સેવા પ્રદાન કરવાનો આ નમ્ર પ્રયાસ છે. સચોટ અને સમયસર નિદાન એ સારા સ્વાસ્થ્યની પ્રથમ કડી છે. સામાન્ય નાગરિકોને આધુનિક ડાયગ્નોસ્ટિક સેવાઓ વિશ્વસનીયતા, ગુણવત્તા અને શકય તેટલા વ્યાજબી અને યોગ્ય દરે ઉપલબ્ધ થાય તે હેતુથી આ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. નિદાનનો ખર્ચ સામાન્ય નાગરિક માટે બોજરૂપ ન બને તે દિશામાં આ સેન્ટર નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે. લોકોને અપીલ કરતાં શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રિવેન્શન ખૂબ જ જરૂરી છે. સમયસર રોગનું નિદાન થાય તો અનેક મુશ્કેલીઓમાંથી બહાર આવી શકાય છે. ત્યારે લોકોને હેલ્થ ચેકઅપ કરાવવા પણ તેઓએ અપીલ કરી હતી.
SPCF ડાયગ્નોસ્ટિક સેન્ટરના શુભારંભ પ્રસંગે આ સેન્ટરના નિર્માણ દરમિયાન માર્ગદર્શક ટીમ તરીકે ખડેપગે રહીને માર્ગદર્શન અને પોતાના અનુભવનો લાભ આપનાર નિષ્ણાત ડોક્ટરોનું શ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીશ્રીઓએ ખોડલધામનો ખેસ પહેરાવી મા ખોડલની પ્રતિમા અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.ે
આ ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેમાં કાર્ડિયોલોજી વિભાગમાં TMT (SCHILLER Cs 10), Defibrillator (SCHILLER) અને ECG (BIONET 12 Channel A4) ઉપકરણો. રેડિયોલોજી વિભાગમાં USG (GE LOGIQ P9), Digital X-Ray (Allengers Vertical Bucky સાથે), Mammography (Allengers) અને ઘ્R System (Fujifilm). પેથોલોજી વિભાગમાં Beckman Coulter Biochemistry અને Immunology Analyzers, Transasia Cell Counter, Tosoh HPLC HbA1c ઓટોમેટેડ મશીન, Electrolyte Analyzer, ESR અને ઘ્oagulometer જેવા અત્યાધુનિક એક્સપોર્ટ ક્વોલિટીના મશીનો દ્વારા સચોટ નિદાન કરવામાં આવશે.
આ સેન્ટરમાં વિવિધ પ્રકારના પેથોલોજીકલ અને રેડિયોલોજીકલ ટેસ્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેમાં રેડિયોલોજી સેવાઓમાં સોનોગ્રાફી વિ.નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ઘરે બેઠા સેમ્પલ કલેકશનની સુવિધા ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.
વધુ માહિતી માટે સંપર્ક નંબર ૭૪૩૪૮ ૨૯૨૯૮, ૭૪૩૪૮ ૨૯૨૯૯ પર સંપર્ક કરવા અને હોમ કલેક્શન માટે મો. ૭૪૩૪૮ ૨૯૨૯૭ પર સંપર્ક કરવાજણાવાયું છે.
(3:16 PM IST)










