News of Friday, 18th September 2026
રાવકીમાં ૨૫ લાખની સરકારી જમીન પરથી દબાણ દૂર કરાયું

રાજકોટ, તા.૧૮: લોધીકા મામલતદારે નોટીસ બાદ કાર્યવાહી કરી ગઇકાલે બપોર બાદ લોધીકાથી ૧૨ કિમી દુર આવેલ સરકારી જમીન ઉપર ઉભુ થઇ ગયેલ દબાણ દૂર કરી રૂરલ પ્રાંતને રીપોર્ટ કરી દિધો છે. તાલૂકા મામલતદારે જણાવેલ કે પોલીસ તંત્ર તરફથી આવેલ રીપોર્ટ બાદ આરોપીઓએ વંડો વાળી લીધો હોવાનુ બહાર આવતા નોટીસ આપી વંડો તોડી પાડી ૨૫ લાખની જમીન ખૂલ્લી કરાવાઇ હતી.
(3:42 PM IST)










