<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

ટી.પી.ના ૧૬૫૦ પ્‍લોટમાંથી ૩૬૮ ઉપર દબાણઃ ચોમાસા બાદ બુલડોઝર ધણધણશે

સતત બીજા બોર્ડમાં અધિકારીઓને પરસેવે રેબેઝેબ કરતા ભાજપ-કોંગ્રેસના સભ્‍યો જનરલ બોર્ડનો દિલીપ લુણાગરિયાના પ્રથમ પ્રશ્‍નની ચર્ચાનો પ્રારંભઃ પ્રથમ પ્રશ્‍નના ટી.પી. સહિતના જવાબમાં ખુદ ટી.પી. વિભાગની કબુલાતઃ ૪૪ રોડ લાઇન ઓફ પબ્‍લિક સ્‍ટ્રીટમાંથી માત્ર ૧૭ રોડ પહોળા થયાઃ પેટા પ્રશ્‍નનો પણ ધોધ

મનપાની સામાન્‍ય સભામાં શાસક-વિપક્ષ વચ્‍ચે તંદુરસ્‍ત ચર્ચા : આજ રોજ મનપાની સામાન્‍ય સભા રમેશભાઇ છાયા સભાગૃહ ખાતે મેયર નેહલભાઇ શુકલના અધ્‍યક્ષસ્‍થાને મળી હતી. ઉપરોકત તસ્‍વીરમાં મેયર નેહલભાઇ શુકલ, ડે.મેયર દક્ષાબેન વસાણી, મ્‍યુ.કમિશ્નર તુષાર સુમેરા, સેક્રેટરી એચ.પી.રૂપારેલ દર્શાય છે. જયારે નિચેની તસ્‍વીરોમાં સભ્‍યો સ્‍ટે. ચેરમેન પરેશ પીપળીયા, પુર્વ મેયર પ્રદીપ ડવ, દંડક સંજયસિંહ રાણા, શાસક પક્ષ નેતા હિરેનભાઇ ખીમાણીયા, કેતન પટેલ, રાજુભાઇ અધેરા, મનીષ ભટ્ટ, જયોત્‍સનાબેન ટીલાળા, ભારતીબેન પરસાણા, સોનલબેન સેલારા, રસીલાબેન સાકરીયા, કિરણબેન માંકડીયા, અંજનાબેન મોરઝરીયા સહિતના મહિલા સભ્‍યો દર્શાય છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) 

રાજકોટ, તા.૨૦: મહાનગરપાલિકાની માસિક સામાન્‍ય સભા આજે મેયર ડો. નેહલ શુકલના અધ્‍યક્ષસ્‍થાને સવારે ૧૧ વાગ્‍યે શરૂ થઈ હતી. સભામાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રશ્‍નોને લઈને લાંબી ચર્ચા થઈ હતી. ખાસ કરીને ટી-પીના પ્‍લોટ હાઉસ  કનેકશન આજી રિવરફ્રન્‍ટ યોજના, જંગલેશ્વર ડિમોલીશન, રેટ કોન્‍ટ્રાક્‍ટ, પ્રિ-મોન્‍સૂન કામગીરી અને ખાલી પડેલી અધિકારીઓની જગ્‍યાઓ જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્‍દ્રમાં રહ્યા.

સભાની શરૂઆત વોર્ડ નં.પના ભાજપના કોર્પોરેટર અને હાઉસિંગ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયાના ટીપી વિભાગ સંબંધિત પ્રશ્‍નોથી થઈ હતી. તેમણે કોર્પોરેશનની વિવિધ હેતુના ટીપીના પ્‍લોટો, ભાડાની મિલ્‍કતો અને દબાણોની સ્‍થિતિ અંગે માહિતી માગી હતી.

મ્‍યુનિ.કોર્પોરેશન આજે મળેલ જનરલ બોર્ડની પ્રશ્‍નોતરીકાળ ૩ કલાકથી વધુ સમય સુધી ચાલ્‍યો હતો. કોર્પોરેટરોના સવાલના જવાબ આપવામાં અધિકારીઓ રિતસર થોથવાઈ ગયા હતાં.

અલગ અલગ ટીપી સ્‍કીમ અંતર્ગત કોર્પોરેશનને ઙ્કાપ્ત થયેલા ૧૬૫૦ અનામત પ્‍લોટ પૈકી ૩૬૮ પ્‍લોટ પર દબાણો ખડકાયેલા હોવાની કબુલાત ખુદ ટાઉન પ્‍લાનીંગ ઓફિસર દ્વારા જનરલ બોર્ડમાં કરવામાં આવી હતી. ચોમાસાની સિઝન પુર્ણ થયા બાદ મોટાપાયે ડિમોલીશન હાથ ધરી ટીપીના પ્‍લોટને ખુલ્લા કરાવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. ર્પાકિંગ હેતુના અનામત પ્‍લોટનો બેફામ દુરૂપયોગ થાય છે. ગોરખ ધંધા પણ ચાલતા હોવાનો સનસની ખેજ આક્ષેપ કોર્પોરેટર કેતન પટેલ દ્વારા કરવામાં આવ્‍યો હતો.

કોર્પોરેશનમાં આજે મેયર ડો. નેહલ શુક્‍લના અધ્‍યક્ષ સ્‍થાને મળેલી જનરલ બોર્ડની બેઠકના પ્રશ્‍નોતરી કાળમાં સૌપ્રથમ વોર્ડ નં.૫ના કોર્પોરેટર દિલીપ લુણાગરિયાના ટીપી શાખાને લગતા પ્રશ્‍ન પર ચર્ચા કરવામાં આવી હતી. તેઓએ એવો પ્રશ્‍ન પણ પુછયો હતો કે, ટીપી સ્‍કીમ અંતર્ગત કોર્પોરેશનને કેટલા પ્‍લોટ મળ્‍યા છે અને કેટલા પ્‍લોટ પર દબાણ છે. જેના જવાબમાં ટીપીઓએ કહ્યું હતું કે, ટીપી સ્‍કીમ અંતર્ગત કોર્પોરેશનને કુલ ૧૬૫૦ પ્‍લોટ પ્રાપ્ત થયા છે. જેમાં રહેણાક હેતુના ૧૫૭, વાણીજ્‍ય હેતુના ૨૪૯, એસઈડબલ્‍યુએસ હેતુના ૨૯૬, બાગ-બગીચા બનાવવા માટે ૪૯૦ અને સ્‍કૂલ તથા પ્‍લે ગ્રાઉન્‍ડ બનાવવાના હેતુ માટેના ૬૬ પ્‍લોટનો સમાવેશ થાય છે. ૧૬૫૦ પૈકી ૪૭૫ પ્‍લોટનો વિકાસ કરી દેવામાં આવ્‍યો છે. ટીપીના અલગ અલગ હેતુ માટેના ૩૬૮ પ્‍લોટ પર દબાણ ખડકાયેલા છે.

હાલ ચોમાસાની સિઝનમાં સુઙ્ઘિમ કોર્ટના આદેશ મુજબ ડિમોલીશન કરી શકાય તેમ ન હોય ચોમાસુ પુર્ણ થતાની સાથે જ દૂર કરવા માટે મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવશે. પુર્વ મેયર પ્રદિપ ડવે ટીપીના અનામત પ્‍લોટ પર ફેન્‍સીંગ કરવાનું સુચન કર્યુ હતું. જ્‍યારે અન્‍ય નગરસેવકોએ જે તે શાખાને પ્‍લોટ સોંપી દેવાની કાર્યવાહી કરવી જોઈએ તેવું જણાવ્‍યુ હતું.

રોડ પહોળા કરવા માટે કેટલા રસ્‍તાઓ પર લાઈન ઓફ પબ્‍લીક સ્‍ટ્રીટ લાગુ કરવામાં આવી છે. તેના સવાલના જવાબમાં ટીપીઓએ કહ્યું હતું કે,, કુલ ૪૪ સ્‍થળોએ લાઈન ઓફ પબ્‍લીક એટલે કે એલઓપી લાગુ કરવામાં આવી છે. જે અંતર્ગત ૧૭ રોડ પહોળા કરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જમીન પણ સંપાદિત કરી લેવામાં આવી છે. બાકીની કાર્યવાહી કરવામાં આવશે.

ર્પાકિંગ હેતુ માટે ના કેટલા પ્‍લોટ અનામત છે તેનો પેટા સવાલ કોર્પોરેટર કેતન પટેલે કર્યો હતો. જેના જવાબમાં અધિકારીએ જમાવ્‍યું હતું કે, પાર્કિંગના કુલ ૬૨ પ્‍લોટ છે. જેમાં ૩૭ પ્‍લોટમાં કોન્‍ટ્રાક્‍ટ આપી દેવામાં આવ્‍યો છે. જેમાં વળતો પ્રહાર કરતા કેતન પટેલે એવો આક્ષેપ કર્યો હતો કે, ર્પાકિંગના પ્‍લોટનો મોટાપાયે દુરૂપયોગ થઈ રહ્યો છ ે. એટલુ  જ નહીં તેમાં ગોરખ ધંધા ચાલે છે. અધિકારીઓ પોલીસની માફક કામ કરે છે. જો ફોન આવે તો જ ચેકિંગ કરવાનું નહીંતર જે થતું હોય તે થવા દેવાનું એવો આક્ષેપ કરતા બોર્ડમાં સન્નાટો છવાઈ ગયો હતો. નવી બોડીની નિયુક્‍તિ બાદ જનરલ બોર્ડમાં પ્રશ્‍નોતરી કાળમાં એક કલાકની લીમીટ કાઢી નાખવામાં આવી છે.

દરેક જનપ્રતિનિધિને તેઓના સવાલના જવાબ બોર્ડમાં જ મળી જાય છે. બોર્ડ કલાકો સુધી ચાલે છે. આજે પણ બોર્ડમાં તમામ પ્રશ્‍નોની તંદુરસ્‍ત ચર્ચા કરવામાં આવી હતી.

માર્શલો બેસી જાવ...

બોર્ડ લાંબુ ચાલશેઃ મેયર નેહલ શુકલએ કરાવી ખુરશીની વ્‍યવસ્‍થા

રાજકોટઃ મેયર નેહલ શુકલની અધ્‍યક્ષતામાં આજના જનરલ બોર્ડમાં જનસુખાકારી નિર્ણયોની સાથે માનવતાવાદી અભિગમ પણ જોવા મળ્‍યો હતો.

જનરલ બોર્ડમાં સમય હટાવ્‍યા બાદ બાદ ચર્ચાઓ લાંબી ચાલતી હોવાથી મેયર નેહલ શુકલની ચાલુ કામગીરી દરમિયાન ઉભા રહેલ પુરૂષ-મહિલા માર્શલો ઉપર નજર પડી હતી. તેમણે તુરંત જ માર્શલો માટે ખુરશીની વ્‍યવસ્‍થા કરવા આદેશ આપ્‍યો હતો અને માર્શલોને બેસી જવા તથા ચર્ચા લાંબી ચાલશેનું જણાવી માનવતાવાદી અભિગમ દર્શાવ્‍યો હતો

(3:26 PM IST)