તા. ૨૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૪ શુક્રવાર
News of Friday, 24th April 2026
ગુલામીનું પ્રતિક જાળવ્યું, રાષ્ટ્રનું ગોૈરવ અવગણ્યું
રાષ્ટ્રવાદના દાવા કરનારા ભાજપી શાસકોની વિચિત્ર નીતિઃ ડો.પી.પી. પંડયા પદ્મ સ્તરના સન્માનને લાયક છે, પણ સ્થાનિક નોંધ લેવાતી નથીઃ વોટસન મ્યુઝિયમને ડો.પી.પી. પંડયા નામકરણ શા માટે કરાતું નથી?: તેઓએ ખંભાલીડા, લાખાબાવળ, આમરા રોજડી, સોમનાથ પાટણ વગેરે સ્થાને સંશોધનો કર્યા છે : ગુજરાત સરકારે જવાબ આપવામાં ભાંગરો વાટયો...‘‘સંગ્રહાલયને વ્યકિત વિશેષનું નામ આપી ન શકાય..'': વોટ્સન વ્યકિત વિશેષ જ છે, એ સરકારને ભાન નથી?

રાજકોટ તા.૨૪: રાષ્ટ્રવાદના ગોકીરા કરનાર ગુજરાત ભાજપની અસલીયત ઉઘાડી પડી ગઇ છે. રાજકોટમાં વોટસન સંગ્રહાલયરૂપે ગુલામીનું પ્રતીક જાળવ્યુ છે અને રાષ્ટ્રના ગોૈરવને અવગણ્યુ છે.
વોટ્સન મ્યુઝિયમને પી.પી. પંડયાનું નામ આપવા માંગણી થઇ હતી. તેઓએ પુરાતત્વ ક્ષેત્રે અલભ્ય પ્રદાન કરીને રાષ્ટ્રને ગોૈરવ આપ્યુ છે. આ માંગણી ફગાવી દીધી છે. વોટ્સન અંગ્રેજ અધિકારી હતા. તેના નામે મ્યુઝિયમ ધમધમે છે. રાષ્ટ્રના ગોૈરવને અવગણ્યું છે.
જવાબ આપવામાં પણ ગુજરાતની રાષ્ટ્રવાદી સરકારે ભાંગરો વાટયો છે. સંગ્રહાલય ખાતાના નિયામકે જવાબમાં લખ્યુ છે કે, આ સંગ્રહાલયને વ્યકિત વિશેષ્નનું નામ આપી ન શકાય.
સંગ્રહાલય ખાતાના નિયામકને ભાન નથી કે જેના નામે સંગ્રહાલય છે એ વ્યકિત જ છે! અંગ્રેજ અધિકારીના નામે મ્યુઝિયમ ચાલે છે. આ પ્રકરણમાં ભાજપી સરકારના રાષ્ટ્રવાદના ધજાગરા ઉડી ગયા છે. પી.પી. પંડયા પદ્મ સ્તરના મહાનુભાવ છે. તેઓને પ્રદાન અભૂતપૂર્વ છે. તેમના પ્રદાનની ઝલક માણીએ.
પુરાતત્ત્િવદ્ સ્વ.શ્રી પુરુષોત્તમ પ્રેમશંકર પંડ્યા સામાન્ય રીતે શ્રી પી. પી. પંડ્યાના નામે જાણીતા થયા. જો કે તેમના કામથી અતિ અલ્પ લોકો પરિચિત છે. તે દૃષ્ટિએ તે જેટલા જાણીતા છે તેથી અનેકગણી જાણકારી તેમના પાયાના કાર્યની આપણને હોવી જોઈએ. ખાસ કરીને તા.૮-૧૧-૧૯૨૦ ના રોજ રાજકોટ નજીકના કોટડાસાંગાણી રાજ્યના જમીન માપણી અધિકારીને ત્યાં જન્મેલા શ્રી પી. પી. પંડ્યાની જન્મશતાબ્દીનું વર્ષ પૂરું થયું છે. ૧૯૩૮માં મેટ્રિક પરીક્ષા પસાર કરી શામળદાસ કોલેજ ભાવનગર, ધર્મેન્દ્રસિંહજી કોલેજ રાજકોટમં અભ્યાસ કર્યો. આ સમયમાં ગાંધીજીની હિન્દ છોડો ૧૯૪૨ના આંદોલનમાં સક્રિય થયા. અભ્યાસ અધૂરો રહ્યો. ફરી ઉચ્ચ અભ્યાસ ચાલુ કરી ભો. જે. વિદ્યાભવનમાં એમ.એ. પુરાતત્ત્વમાં મુંબઈ યુનિવર્સિટીના પ્રથમ આવી પોતાની તેજસ્વિતાનો પરિચય આપ્યો.
એમ.એ.નો અભ્યાસ સૌરાષ્ટ્ર સરકારની શિષ્યવળત્તિ પર કર્યો હતો તેથી તેની શરતો મુજબ જામનગર (લાખાટો તળાવ) મ્યુઝિયમમાં કયુરેટર તરીકેની કામગીરી સાથે કારકિર્દીનો પ્રારંભ૧૯૫૦માં કર્યો.
એ જમાનાની સરકારી નોકરી એટલે સારો મોભો, આર્થિક સલામતિ અને મંથર ગતિએ જીવાતું જીવન. પી. પી. પંડ્યાને આ બાબતો કરતાં સંશોધન માટેની તાલાવેલી એટલી કે સ્વખર્ચે નોકરીમાંથી બિનપગારી રજા લઈ પુરાતત્ત્વ વિષયના નિષ્ણાતો ડો.હસમુખ ડી. સાંકળીયા (પુણે), ડો.દિક્ષિત અને શ્રી એમ. એન. દેશપાંડે (ભારત સરકાર) પાસે તાલીમ લઈ પોતાની જાતને સંશોધન માટે સંપૂર્ણપણે સ* કરી. ૧૯૫૩માં અમદાવાદ મુકામે યોજાયેલી ઈન્ડિયા ઓરીએન્ટલ કોન્ફરન્સમાં શ્રી પી.પી.પંડયાએ ‘‘સૌરાષ્ટ્રના હાલાર અને સોરઠ (જામનગર-જૂનાગઢ) જિલ્લાના ઉત્ખનન અંગેનો શોધ-નિબંધ વાંચ્યો ત્યારે સૌનું ધ્યાન તેની વિદ્વતા તરફ દોરાયું. શ્રી પી. પી. પંડ્યાએ ૨૦૦૦ થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરીને અનેક પ્રાચીન સ્થળો ઉત્ખનન અંગેનો શોધ-નિબંધ વાંચ્યો ત્યારે સૌનું ધ્યાન તેની વિદ્ધત્તા તરફ દોરાયું. શ્રી પી. પી. પંડ્યાએ ૨૦૦૦ થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરીને અનેક પ્રાચીન સ્થળો ઉત્ખનન અને અભ્યાસ દ્વારા ઉજાગર કર્યાં. જાહેર સેવા આયોગે તેમની પસંદગી કરતાં તેઓ સૌરાષ્ટ્ર પુરાતત્ત્વ વિભાગના વડા તરીકે નિમાયા. સૌરાષ્ટ્રમાં સિંધુ સંસ્કળતિના વિકાસ અને વ્યાપ નક્કી કરવા માટે તેમણે લાખાબાવળ, આમરા, પ્રભાસપાટણ, રોજડી, પીઠડિયા, આટકોટ, મોટી ધરાઈ ગામોમાં ઉત્ખનન દ્વારા વિસ્મળતિની ગોદમાં સમાયેલી સંસ્કળતિને પ્રકાશમાં લાવી ગુજરાતના પુરાતત્ત્વના સંશોધનમાં અગ્રગામી રહી અનેરું પ્રદાન આપ્યું. આજે જે અનેક સ્થળે ખોદકામ દ્વારા પ્રાચીન વૈભવી વારસો સામે આવ્યો છે તેનાં શ્રીગણેશ કરવાનો યશ નિઃશંક રીતે શ્રી પી.પી.પંડ્યાના ફાળે જાય છે.
શ્રી પી. પી. ત્રી પંડ્યાના પ્રયત્નો થકી આજે તો દેશભરમાંથી સેંકડો એ સ્થળોએથી આ સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા, એ નિヘતિ કરે છે કે સિંધુ સંસ્કળતિ માત્ર સિંધમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં અસ્તિત્વ ધરાવતી હતી. યુરોપિયન મત જે આ સભ્યતાનો વ્યાપ સ્વીકારવા તૈયાર ન હતાં તેમને પણ પોતાનો અભિપ્રાય બદલવો પડે. શ્રી પી. પી. પંડ્યાએ નાની વયે જે ઉમંગ અને શ્રદ્ધાથી કામ કર્યું તે ખરેખર આજે અનેક પુરાતત્ત્વવિદોને પ્રેરણા આપે છે.
૧. લાખાબાવળઃ જામનગર જિલ્લાના લાખાબાવળની જગ્યાના સંશોધન હરપ્પન સંસ્કળતિના ત્રણ તબક્કાના અવશેષો ઉપલબ્ધ કરાવ્યા. માટીનાં વાસણોના નિર્માણની પ્રક્રિયામાં ફેરફારોથી આ = વિસ્તારની ઈતિહાસની કડીઓ જોડવામાં સારી મદદ કરી છે.
૨. આમરાઃ લાખાબાવળથી માત્ર કિલોમીટર દૂરની આ જગ્યા નાનકડા વ્હોળા પાસે આવેલી છે. અહીં પણ ત્રણ સ્તરમાં પથ્થરના મણકા, માટીના વાસણો, તાંબાની વસ્તુઓ વગેરે દ્વારા સૌરાષ્ટ્રના ઈતિહાસની પ્રાચીનતા સ્થાપવાના શ્રી પી. પી. પંડ્યાના પ્રયત્નો સફળ રહ્યા.
૩. રોજડીઃ શ્રી પી. પી. પંડ્યા દ્વારા ૧૯૫૭-૫૯ ના સમયગાળામાં હાલના શ્રીનાથગઢ (ગોંડલ નજીક) રોજડીના ટીંબા પરના ખોદકામ બાદ કઢેલાં તારણો મુજબ ‘‘ગુજરાતની હરપ્પીયા (સિંધુ) સંસ્કળતિના સમકાલિન આ ભાદર કાંઠેની ગ્રામ્ય વસાહત હતી. જ્યારે લોથલ સમળદ્ધ બંદર હતું. આ જગ્યાઓએ સિંધ અને અન્ય સ્થળેથી સૌરાષ્ટ્રમાં આવેલી વિવિધ જાતિઓના વિચરણ પર પ્રકાશ પાડે છે. સૌરાષ્ટ્રમાં ચાર હજાર વર્ષે જૂના ખાસ પ્રકારના કિલ્લાબંધ આદ્ય ઐતિહાસિક ગામડાંનો પ્રથમ નમૂનો એ પૂરો પાડે છે.''
૪. સોમનાથ પ્રભાસપાટણઃ ૧૯૫૫થી ૧૯૫૮ના સમય દરમિયાન શ્રી પી. પી. પંડ્યાએ હિરણ્ય નદીના તટ નજીક ૩૦૦૦ ચોરસ ફૂટમાં - ફેલાયેલા નગર ટીંબા તરીકે જાણીતા પાંચ ટીંબાના - જૂથનું ખોદકામ કર્યું. આ ઉત્ખનનથી પ્રાગમૌર્ય અને ં મૌર્ય કાલીન સંસ્કળતિના અવશેષો ઉપલબ્ધ થતાં મૌર્ય - સામ્રાજ્ય સોમનાથ સુધી વિસ્તર્યું હતું તે નક્કી થયું. અહીં ઈન્ડોગ્રીક, ક્ષત્રપ, ગુપ્તકાળ સહિત અનેક - ઐતિહાસિક સમયના લાલ ઓપવાળા, લીલાં વાસણો, માટીનાં રમકડાં, અકીકના મણકા, સુવર્ણના પારાઓ, લોખંડનાં ઓજારો અને સિક્કાઓ પ્રાપ્ત થતાં આ વિસ્તારના પ્રાચીન ઈતિહાસને સમજવામાં સરળતા થઈ છે. પ્રભાસપાટણ પર મહંમદ ગઝનીના ક્રૂર આક્રમણને ૨૦૨૬માં એક હજાર વર્ષ પૂરાં થશે. દક્ષિણ સૌરાષ્ટ્રના સમુદ્ર તટે અને ગીરનાં જંગલોમાં હજી તો કેટલાય સ્થળો હશે, જેમાં ઈતિહાસના મહત્ત્વના પુરાવાઓ છૂપાયેલા છે. શ્રી પી. પી. પંડ્યાએ ખૂબ અલ્પ સાધન-નાણાં-ટેકનોલોજીથી જે કાર્ય સંપન્ન કર્યું તેની નોંધ લેવામાં આપણે ઊણા ઉતર્યા છીએ. હજી સમય છે તેના શતાબ્દી વર્ષ ૨૦૨૦ના અનુસંધાને તેના પ્રયત્નોને ખુલ્લા દિલથી બિરદાવવાનો, તેની પ્રેરક સ્મળતિને ચિરંજીવ કરવાનો અને ગુજરાતના સમળદ્ધ વરસાને ઉજાગર કરવાનો. રાજ્યની દરેક પ્રાદેશિક યુનિવર્સિટી આ કામ સ્થાનિક વહીવટીતંત્રના સહયોગમાં હાથ ધરે તો આપણને અતિ મૂલ્યવાન માહિતી અને તેના આધારો મળશે. કમનસીબે ભોળાભાઈ જેસીંગભાઈ વિદ્યાલય જેવી સંસ્થા સ્ટાફ અને નાણાંના અભાવે કામ કરી શકતી નથી. ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડોલોજી, ગુજરાત સંશોધન સોસાયટી અને અતુલ્ય વારસા જેવી અનેક સંસ્થાઓ સક્રિય છે. સમાજનો સુખી વર્ગ અને સરકાર ચોક્કસ આયોજન કરે તો અમદાવાદ જ નહીં પણ ગુજરાત સમગ્ર રીતે ‘‘હેરિટેજ'' માટે એક આદર્શ રાજ્ય બની શકે. આનો પ્રારંભ શ્રી પી. પી. પંડ્યાની સ્મળતિને કાયમ કરવા માટે થોડા નિર્ણય લઈને આગળ વધી શકાય.(૨.૧૫)
પંડયાજીના સંશોધનને
બિરદાવનાર વિદ્વાનો
રાજકોટ તા ર૪:
‘‘શતાબ્દી વંદના-પુરાતત્વ મહારત્ન શ્રી પી. પી. પંડયા''
પુસ્તકમાં નીચે જણાવેલ જુદા જુદા ક્ષેત્રના રાજયના અને રાષ્ટ્રના વિદ્વાનોએ પી. પી. પંડયાના કાર્યોને આવકાર્યા છે.
ગુજરાતના પુરાતત્વ ક્ષેત્રના જાણીતા વિદ્વાનો
* ડો. એસ. કે. ભૌમિક-(પૂર્વ ડાયરેકટર-મ્યુઝીયમ-ગુજરાત)
* યદુબીરસિંહ રાવત (હાલ ભારતીય પુરાતત્વ વિભાગના ડાયરેકટર જનરલ છે)
* યુનુસ ચિતલવાલા-(પૂર્વ ડાયરેકટર-ગુજરાત પુરાતત્વ વિભાગ)
* નરોત્તમ પલાણ
* ડો. હસમુખ વ્યાસ
* દિનકર મહેતા-(પૂર્વ ડાયરેકટર-ગુજરાત પુરાતત્વ વિભાગ)
ગુજરાતના જાણીતા ઇતિહાસવિદો
* ડો. એસ. વી. જાની-રાજકોટ
* ડો. પી. જી. કોરાટ-ભાવનગર
* ડો. પ્રદ્યુમ્ન ખાચર-જુનાગઢ
* ડો. મુકેશ જે. પટેલ-સુરત
* ડો. જનક ગઢવી-ગાંધીનગર
* ડો. વિશાલ જોશી-જુનાગઢ
ગુજરાતના જાણીતા કેળવણી, કળા અને સાંસ્કૃતિક ચિંતકો
* પ્રવીણ ક. લહેરી (IAS)
* વસંત ગઢવી (IAS)
* પી. વી. ત્રીવેદી (IAS)
* ડો. નવીન શેઠ (વાઇસ ચાન્સેલર) ત્યારે હતા
* ડો. નીતિન પેથાણી (વાઇસ ચાન્સેલર) ત્યારે હતા
* ડો. ચેતન ત્રિવેદી (વાઇસ ચાન્સેલર) ત્યારે હતા
* ડો. વિજય દેશાણી-(પૂર્વ પ્રો. વી.સી.) ત્યારે હતા.
* ડો. વસંત પરીખ
* ઉષાબેન જાની-ગુલાબભાઇ જાની (સિસ્ટર નિવેદિતા શૈક્ષણીક સંકુલ)
ગુજરાતના જાણીતા પત્રકારો
* કૌશિક મહેતા
* ભવેન કચ્છી
* લલિત બી. ખંભાયતા
* રાજેન્દ્ર દવે
ગુજરાતના જાણીતા સાહિત્યકારો
* પદ્મશ્રી ડો. પ્રવિણ દરજી
* પદ્મશ્રી વિષ્ણુ પંડયા
* ડો. સંધ્યા ભટ્ટ
* વિનાયક રાવલ
* રજનીકુમાર પંડયા
* ડો. નિરંજન રાજયગુરૂ
* ડો. મનોજ રાવલ
ભારતના અગ્રણી પુરાતત્વવિદો
* એચ. ડી. સાંકળીયા-પદ્મભૂષણ
* બી. શુબ્બારાવ
* એમ. એન. દેશપાંડે
* ડો. મોરેશ્વર દિક્ષીત
* વી. એસ. અગરવાલ
* એસ. આર. રાવ
* એ. ઘોષ
* પી. એમ. જોશી
* વી. ડી. ક્રિષ્નાસ્વામી
* ડો. ડી. સી. સરકાર
* પ્રો. બી. બી. લાલ-
પદ્મભૂષણ-પદ્મવિભૂષણ
* ક્રિષ્ણા દેવ
* ડો. મોતીચંદ્રા
* કે. કા. શાસ્ત્રી-પદ્મશ્રી
* પ્રભાશંકર ઓ. શિલ્પશાસ્ત્રી
* ર. ના. મહેતા
ઉપરોકત મહાનુભાવો પુરાતત્વવિદ પી. પી. પંડયાના પુરાતત્વીય કાર્યોને જાણતા હોય, સન્માનતા હોય, વખાણતા હોય તે કોઇપણ પુરાતત્વવિદ માટે ગર્વની બાબત હોય.
પી. પી. પંડયાએ સૌરાષ્ટ્રને રાષ્ટ્રના પુરાતત્વીય ઇતિહાસમાં ગૌરવભર્યું મહત્વનું સ્થાન અપાવ્યું તે પણ ફકત ૩૯ વર્ષના આયુમાં.
(3:14 PM IST)










