<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

ગ્રામ પંચાયતોની ચુંટણીની પૂર્વ તૈયારીઓ શરૂઃ રાજયભરના કલેકટરો સાથે કાલે રાજય ચૂંટણી પંચની ખાસ વીસી

અનુસૂચિત આદિજાતિના વિજેતા થયેલ ઉમેદવારો પૈકી વિશ્‍લેષણ સમિતિનો મોકલવાના બાકી કેસો અંગે નિર્ણય.. મ્‍યુ.કમીશનર-કલેકટરોને હાજર રહેવા આદેશોઃ તાજેતરની યોજાયેલ ચુંટણીના ખર્ચના હિસાબોની સમીક્ષા થશે..

રાજકોટ, તા.૩: રાજય ચૂંટણીપંચની આવતીકાલે બપોરે ૧૨:૩૦ કલાકે  સ્‍થાનિક સ્‍વરાજ્‍ય સંસ્‍થાઓની સામાન્‍ય / પેટા ચૂંટણી એપ્રિલ - ૨૦૨૬ બાદની કામગી૨ી તેમજ આગામી યોજાનાર ચૂંટણીઓ માટેની પૂર્વ તૈયારી અંગેની સમીક્ષા અર્થે વીડિયો કોન્‍ફરન્‍સ  યોજાઇ છે. જેમાં તમામ કલેકટરોને હાજર રહેવા સૂચનાઓ અપાઇ છે. તાજેતરમાંનગરપાલિકા, તાલુકા/ જિલ્લા પંચાયતોની સામાન્‍ય / પેટા ચૂંટણી પૂર્ણ થયા બાદ કરવાની થતી કામગી૨ી તેમજ આગામી ચૂંટણીઓ માટેની પૂર્વ તૈયારી માટે  ચૂંટણી કમિશનરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને વીડિયો કોન્‍ફરન્‍સનું આયોજન તા..૦૪-૦૬-૨૦૨૬ ના રોજ ૧૨-૩૦ કલાકે કરવામાં આવેલ છે. શહેર/જિલ્લા મ્‍યુનિસિપલ/ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર તમામએ જિલ્લા કક્ષાએથી વીડિયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી એજન્‍ડા મુજબની વિગતો સાથે ઉપસ્‍થિત રહેવા કહેવાયુ છે.

વીસી. ના મૂખ્‍ય એજન્‍ડામાં ફેબ્રુઆરી-૨૦૨૫, જૂન-૨૦૨૫ ગ્રામ પંચાયત (સરપંચ) અને એપ્રિલ-૨૦૨૬ માં યોજાયેલ સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓની ચૂંટણીઓમાં હરીફ ઉમેદવારો દ્વારા રજૂ કરવાના થતા ખર્ચના હિસાબોની સમીક્ષા.  અનુસૂચિત આદિજાતિના વિજેતા થયેલ ઉમેદવારો પૈકી વિશ્‍લેષણ સમિતિને મોકલવાના બાકી કેસોની સમીક્ષા.

આગામી ગ્રામ પંચાયત ચૂંટણીની પૂર્વ તૈયારી અંગેની સમીક્ષા,ગાંધીનગર (મ.ન.પા), થરા(ન.પા.), ઓખા (ન.પા.) અને સ્‍વરાજયના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની સામાન્‍ય/પેટા ચૂંટણી અંગેની સમીક્ષા., રાજ્‍ય ચૂંટણી આયોગ દ્વારા કેન્‍દ્રીય રીતે ખરીદ કરેલ Reusable મતકુટીરની ઉપલબ્‍ધતાની વિગતો અંગે સમીક્ષા. મૂખ્‍ય મુદાઓ રખાયા છે.

(3:42 PM IST)