<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

રાજકોટમાં શનિ-રવિ મોઢ પ્રીમીયર લીગ સીઝન-૩

મોઢ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા બોકસ ક્રિેકટનું આયોજનઃ ૧૪ ભાઇઓ, ૩ બહેનો અને ૩ બાળકોની ટીમ ભાગ લેશેઃ તમામ બાળકોને ભેટ વિજેતા ટીમોને ઇનામો

રાજકોટઃ મોઢ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા તા. ૨ અને ૩ મે ના રોજ સાંજે ૪  ડગ આઉટ બોકસ ક્રિકેટ, ગંગોત્રી પાર્ક મેઇન રોડ, શીલપન ઓનેક્ષ પાછળ, યોગી નગર, રાજકોટ ખાતે ટુર્નામેન્‍ટનું આયોજન રાજકોટ સ્‍થિત મોઢ વણિક જ્ઞાતિજનો માટે કરવામાં આવશે. જેમા ૭૦ થી વધુ બાળકો, ૩ લેડીઝ મેમ્‍બરોની ટીમ તથા ૧૪ જેન્‍ટસ મેમ્‍બરોની ટીમના કુલ ૨૦૦ થી વઘુ રમતવીરો રમશે.  છાપીયા કન્‍સ્‍લટીંગ ગ્રુપ (યદિત છાપીયા)નો સહકાર મળેલ  હોવાનું યાદીમાં જણાવાયું છે.  ટીશર્ટ પાર્ટનર સનબોન્‍ડ એનર્જી પ્રા.લી., ડીઝાઇનીંગ પાર્ટનર ઓટોબ્રઈન ઇન્‍ટેલીજન્‍સ, મેડિકલ પાર્ટનર સમયક હોસ્‍પીટલ (ડો. નીરજ મહેતા) તથા  (૧) રોહનભાઇ ગાંધી (ઉષા એજન્‍સી), (૨) ધર્મેશભાઇ વોરા (પ્રેમ એન્‍જીનીયરીંગ), (૩) પાર્થભાઈ જે. પારેખ (બ્‍લો હોટ કીચન એપ્‍લાયન્‍સીસ પ્રા.લી.),(૪) કેતનભાઈ પારેખ (શ્રીજી ઇલેક્‍ટ્રો વીઝન), (૫) અમીતભાઇ આર. પટેલ (શ્રીનાથજી સ્‍ટીલ), (૬) ભાગ્‍યેશભાઇ વોરા (દિપક રેડીમેઇડ સ્‍ટોર), (૭) મનીષભાઇ જે. પારેખ (મીહીર એન્‍ટરપ્રાઈઝ), (૮)ભવ્‍યભાઇ એમ. દોષી (સનબાન્‍ડ એનર્જી પ્રા.લી.)(૯) આશીષભાઈ એન. પટેલ (અમર સ્‍ટીલ), (૧૦) ગીરીશભાઈ શાહ સ્‍ટોર ટુર્સ-યુકે), (૧૧) કૌશીકભાઈ કલ્‍યાણી (કસદ એન્‍ટર,પ્રાઈઝ), (૧૨) ડો. ગોરવ ગાંધી (આર.જી. આવરસીઝ), (૧૩) અરવીંદભાઇ શાહ (સોલીડ સીમેન્‍ટ),(૧૪) હરેનભાઈ મહેતા (રાજચંન્‍દ્ર ડેવલોપર્સ), (૧પ) ફાલ્‍ગુનીબેન કોશલભાઈ જીવાણી (સુહાન ડેવલોપર્સ), (૧૬) ઉર્વીબન મીતભાઇ વજેરીયા (ઇબીક્ષ કેસ), (૧૭) મયુરભાઇ શાહ( મયુર જનરલ  સ્‍ટોર), (૧૮) સીધ્‍ધ ક્રીષ્‍નનભાઈ ગાંધી (વેસ્‍ટેન ઇન્‍ટીરીયર), (૧૯) પ્રીસા મથુરભાઇ શાહ (મયુર જનરલ સ્‍ટોર), (૨૦) ચૈતાલીબેન શાહ, (૨૧) જયભાઈ કલ્‍યાણી (શ્રીનાથજી ઇમીટેશન). બધા ટીમ ઓનરના સહકારથી ૨૧ ટીમો દ્વારા બોકસ ક્રિકેટ રમવામાં આવશે. તમામ મેચો આઠ ઓવરની રહેશે.

 આયોજનને સફળ બનાવવા મોઢ યુથ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્‍ડર મેમ્‍બર યશ રાઠોડ, શ્રેયાંસ મહેતા, પ્રશાંત ગાંગડીયા તથા એમવાયઓ ટીમ દર્શિત વોરા, સીએ યદીત છાપીયા, આદિત્‍ય વોરા, કિશન પારેખ, સી.એ. હેનીલ બાબરીયા, જય કલ્‍યાણી, ચિંતન વોરા, નીશા ધ્રાફાણી, ચૈતાલી શાહ, કાવ્‍યા ભાડલીયા, સાહીલ મહતા, સીએ રજત વોરા તથા ચીંતને મોદી દ્વારા જહેમન ઉઠાવવામાં આવી રહી છે. વધુ માહિતી માટે ૭૮૭૮૪ ૮૭૮૪૫, ૯૬૬૪૭ ૨૯૯૫૦,

તસ્‍વીરમાં શ્રેયાંસ મહેતા (વિકાસ પબ્‍લીસીટી), સીએ પ્રશાંત ગાંગડિયા, દર્શીત વોરા, આદિત્‍ય વોરા, ચૈતાલી શાહ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

 

(3:11 PM IST)