તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
એંસી ફુટ રોડ પર ખોડીયારપરામાં સગર્ભા રૂચીકુમારીનો ગળાફાંસો ખાઇ આપઘાત
છ મહિના પહેલા જ પતિ સાથે બિહારથી આવી હતીઃ કારણ અકળ

રાજકોટ તા. ૨૫: શહેરમાં આપઘાતનો વધુ એક બનાવ બન્યો છે. એંસી ફુટ રોડ પર કાનાભાઇના મફતીયાપરામાં ખોડીયારપરામાં રહેતી રૂચીકુમારી અટલ કુમાર (ઉ.વ.૨૧) નામની પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
રૂચીકુમારીએ સવારે ઘરે પંખામાં ચુંદડી બાંધી દેહ લટકાવી દેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેનું મોત થયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને કરી હતી. આપઘાત કરનાર રૂચીકુમારી મુળ બિહારની વતની હતી. તેના લન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક દિકરો છે તેમજ હાલમાં તેણી સગર્ભા હતી.
તેણીનો પતિ અટલ કુમાર કારખાનામાં મજુરી કરે છે. છ મહિના પહેલા જ પતિ સાથે બિહારથી અહિ રહેવા આવી હતી. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. પીએસઆઇ એ. આર. રાઠોડે જરૂરી કાર્યવાહી કરી હતી.
(2:55 PM IST)










