તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
ભગવતીપરા જયપ્રકાશનગરમાંથી પ્રવિણ ૧૧૪૦૦ના વ્હીસ્કીના ચપલા સાથે પકડાયો
તાલુકા પોલીસે રોહિત, મિતેષને દારૂની ૬ બોટલ સાથે પકડયોઃ ભક્તિનગર પોલીસ, એલસીબી ઝોન-૨ ટીમે વરલી રમતાં કાનજી અને નીરવને પકડયા

રાજકોટ તા. ૩૦: વિદેશી દારૂના દરોડામાં બી-ડિવીઝન અને તાલુકા પોલીસે અલગ અલગ જગ્યાએથી ચાર શખ્સોને પકડી લીધા હતાં. જ્યારે ભક્તિનગર પોલીસ અને એલસીબી ઝોન-૨ પોલીસે વરલીનો જૂગાર રમતાં બે શખ્સને પકડયા હતાં.
જાણવા મળ્યા મુજબ ભગવતીપરા જયપ્રકાશનગર-૮માં રહેતાં પ્રવિણ દેવજીભાઇ કાવેડીયા નામના રિક્ષાચાલકને ભગવતીપરા મેઇન રોડ પર તેના ઘર નજીકથી રૂા. ૧૧૪૦૦ના ૧૮૦ એમએલ વ્હીસ્કીના ૩૮ ચપલા સાથે બી-ડિવીઝન પોલીસે પકડી લીધો હતો. પીઆઇ જી. આર. ચોૈહાણની રાહબરીમાં હેડકોન્સ. ક્રિપાલસિંહ ઝાલા, એન. પી. ચાવડા, જગમાલભાઇ જાદવ સહિતે કામગીરી કરી હતી.
જ્યારે તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી. આર. ભરવાડ, હેડકોન્સ. મુકેશભાઇ ડાંગર સહિતે કાલાવડ રોડ ગ્વાલીયા રેસ્ટોરન્ટ પાસેના રોડ પરથી રોહિત અશોકભાઇ મકડીયા (ઉ.વ.૨૨-રહે. જીઆઇડીસી ગેઇટ-૧, આશિષભાઇના મકાનમાં) અને મિતેષ રમેશભાઇ મકવાણા (ઉ.વ.૨૬-રહે. મેટોડા ગેઇટ-૩, આસ્થા વિલેજ પાસે)ને રૂા. ૭૮૦૦ના ૬ બોટલ દારૂ સાથે પકડી લઇ જીજે૧૧યુયુ-૩૦૦૨ નંબરની રિક્ષા રૂા. ૮૦ હજારની તથા ૨૦ હજારના બે ફોન પણ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
તેમજ તાલુકા પોલીસ મથકના એએસઆઇ કે. પી. સાગર, કોનસ. જયપાલસિંહ સરવૈયા સહિતે હસમુખ દેવજીભાઇ વનરા (ઉ.વ.૪૮-ધંધો ટીફીન સર્વિસનો, રહે. અંબા પાર્ક સાધુ વાસવાણી રોડ)ને રૂા. ૪૦૦ના દારૂના બે ચપલા સાથે જડ્ડુસ ફૂડ ફિલ્ડ નજીકથી પકડી લીધો હતો.
જ્યારે જૂગારના દરોડામાં કેવડવાડી મેઇન રોડ સોરઠીયા વાડી બગીચા નજીક પવનપુત્ર ચોકમાં કાનજી નથુભાઇ વાઘેલા (રહે. ગંજીવાડા શેરી નં. ૨૧) આવતા જતાં માણસો પાસેથી વરલી ફીચરના આંકડા લઇ જૂગાર રમાડતો હોઇ એલસીબી ઝોન-૧ના મનરૂપગીરી ગોસ્વામી, રવિરાજભાઇ પટગગીર, હિતેષભાઇ પરમાર સહિતે પકડી લઇ રૂા. ૫૦૦ રોકડા, ચીઠ્ઠીઓ, બોલપેન કબ્જે લીધા હતાં.
જ્યારે કોઠારીયા રોડ નિલકંઠ સિનેમા નજીક આશાપુરા મેડીકલવાળી શેરીમાં નીરવ અશ્વિનભાઇ શુક્લ (રહે. જંકશન પ્લોટ વૃજભુમિ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૧) પણ વરલીના આંકડા પર જૂગાર રમાડતો હોઇ ભક્તિનગરના હેડકોન્સ. નિલેષભાઇ મિયાત્રા, કેતનભાઇ બોરીચા સહિતે પકડી લઇ રોકડા ૭૨૦, બોલપેન, સ્લીપો કબ્જે કર્યા હતાં.
(3:26 PM IST)










