<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

પ્રગટ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ગંગા સ્‍વરૂપ બહેનોને ફેબ્રુઆરીમાં ધાર્મિકયાત્રા કરાવશેઃ ડિસેમ્‍બરમાં સમુહલગ્ન

ક્રિનાબેન અતુલભાઈ કારીયાના સ્‍મરણાર્થે આયોજનઃ ફોર્મ વિતરણ

રાજકોટઃ સતત ૧૩માં વર્ષે સ્‍વ.ક્રિનાબેન અતુલભાઈ કારીયાના સ્‍મરણાર્થે અતુલભાઈ ધીરજલનલ કારીયા તથા શ્રીમતિ ભાવનાબેન અતુલભાઈ કારીયા પરિવારના મુખ્‍ય યજમાન પદે શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલીત શ્રી મથુરદાસ નરભેરામ પરેખ ચેરીટેબલ ટ્રસ્‍ટના સંપૂર્ણ આર્થિક સહયોગથી ચાલતા શ્રી રાજચંદ્ર આજીવન નિઃશુલ્‍ક ખીચડી કેન્‍દ્રના અંદાજીત ૨૨૫ ગંગા સ્‍વરૂપ માતાઓને વિનામૂલ્‍યે ધાર્મિક યાત્રાનું આયોજન તા.૧૮/૦૨/૨૦૨૭ થી તા.૦૨/૦૩/૨૦૨૭ સુધી કરવામાં આવેલ છે. આ યાત્રામાં ગંગા સ્‍વરૂપ માતાઓ (વિધવા) ને ચંપારણ, જગન્‍નાથપુરી, કલકત્તા, ગંગા સાગર તેમજ બીજા અન્‍ય સ્‍થળોની યાત્રા વિનામૂલ્‍યે કરવવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

આ યાત્રામાં સામેલ થનાર ગંગા સ્‍વરૂપ માતાઓને રાજકોટ રેલ્‍વે સ્‍ટેશન થી રેલ્‍વે સ્‍લીપર ક્‍લાસમાં લઇ જવામાં આવશે. દરરોજ સવારે ચા, કોફી, નાસ્‍તો બપોરે તથા રાત્રે શુધ્‍ધ શાકાહારી કાઠીયાવાડી ભોજન આપવામાં આવશે. ફોર્મ માટે તા.૧૪/૧૨ સુધીમાં સંસ્‍થાના કાર્યાલય શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્‍ટ, શ્રી પ્રગટ હનુમાનજી મંદિર લક્ષ્મીવાડી શેરી નં.૯/ અ.મિલપરા મેઈન રોડ, રાજકોટ ખાતે સંપર્ક કરવો.

શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સતત ૨૭માં વર્ષે અગીયાર કન્‍યાઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન તા.૦૬/૧૨/૨૦૨૬ને રવિવારના રોજ રાખવામાં આવેલ છે. આ સમૂહ લગ્નમાં સામેલ દીકરી તથા બંન્‍ને પક્ષોને સંસ્‍થા તરફથી ભોજનના ૨૫-૨૫ પાસ આપવામાં આવશે. કરીયાવરમાં કન્‍યાઓને ૧૦૧ આઈટમ ભેટ આપવામાં આવશે. જેના ફોર્મ પણ ઉક્‍ત સ્‍થળેથી લેવા.

આ સેવા કાર્યમાં સંસ્‍થાના પૂજાબેન ભટ્ટ, જયાબેન વાઘેલા, કશ્‍યપભાઈ ભટ્ટ, જયમીલ પંડયા, પાર્થ અનડકટ, દેવાંગભાઈ ભટ્ટ, પંકજભાઈ વ્‍યાસ, બકુલભાઈ સરવૈયા, પંકજભાઈ ભટ્ટ, જયેશભાઈ અનડકટ, ચિંતન રાચ્‍છ, ધર્મેશભાઈ રાઠોડ, હર્ષદભાઈ રાઠોડ, અમર યાદવ, બચુબાપા માખેલા તેમજ સવજીભાઈ રાઠોડ તથા કાર્યકરો સેવા આપી રહ્યા છે. વધુ માહિતી માટે સંસ્‍થાા પ્રમુખ જગદીશભાઈ એસ.ભટ્ટ (મો.૯૯૨૫૦ ૧૭૮૮૮)નો સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:22 PM IST)