<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

પ્રગટ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ૧૧ દિકરીઓના સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન

રાજકોટઃ શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સતત ર૭ માં વર્ષે અગીયાર કન્‍યાઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન તા.૬/૧ર/ર૦ર૬ ને રવિવારના રોજ રાખવામાં આવેલ છે. આ સમૂહલગ્નમાં દીકરી તથા દીકરા બંન્‍ને પક્ષોને સંસ્‍થા તરફથી ભોજનના રપ પાસ આપવામાં આવશે, કરીયાવરમાં કન્‍યાઓને ૧૦૧ આઇટમ ભેટ આપવામાં આવશે. આ ફોર્મનું વિતરણ સંસ્‍થાના કાર્યાલય શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્‍ટ, શ્રી પ્રગટ હનુમાનજી મંદિર, લક્ષ્મીવાડી શેરી નં. ૯/અ, મિલપરા મેઇન રોડ, રાજકોટ ખાતે કરવામાં આવશે.

આ માનવ સેવા કાર્યમાં સંસ્‍થાના પૂજાબેન ભટ્ટ, જયાબેન વાઘેલા, જૈમિલ પંડયા, દેવાંગભાઇ ભટ્ટ, કિશનભાઇ સુચક, પંકજભાઇ વ્‍યાસ, બકુલભાઇ સરવૈયા, ચિંતન રાચ્‍છ, ધર્મેશભાઇ રાઠોડ, કશ્‍યપભાઇ ભટ્ટ, હર્ષદભાઇ રાઠોડ, સવજીબાપા, બચુભાઇ માખેલા તથા અન્‍ય કાર્યકરો સેવા આપી રહ્યા છે. વધુ માહિતી માટે સંસ્‍થાના પ્રમુખશ્રી જગદીશભાઇ એસ. ભટ્ટ મો. ૯૯૨૫૦ ૧૭૮૮૮ નો સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્‍વીરઃ અશોક બગથતરીયા)

(3:11 PM IST)