તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડીસેમ્બરમાં ૧૧ દીકરીઓના સર્વજ્ઞાતિય સમુહલગ્નઃ ફોર્મ વિતરણ

રાજકોટઃ શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ૨૭માં વર્ષે ૧૧ કન્યાઓના સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન તા.૦૬ રવિવારે રાખવામાં આવેલ છે.
આ સમૂહ લગ્નમાં સામેલ દીકરી તથા દીકરા બંન્ને પક્ષોને સંસ્થા તરફથી ભોજનના ૨૫ પાસ આપવામાં આવશે, તેમજ કરીયાવરમાં ૧૦૧ આઈટમ ભેટ આપવામાં આવશે. આ ફોર્મનું વિતરણ સંસ્થાના કાર્યાલય શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી પ્રગટ હનુમાનજી મંદિર, લક્ષ્મીવાડી શેરીનં.૯/અ, મિલપરા મેઇન રોડ, રાજકોટ ખાતેથી થશે.
કાર્યમાં સંસ્થાના પૂજાબેન ભટ્ટ, જયાબેન વાઘેલા, જૈમિલ પંડયા, દેવાંગભાઇ ભટ્ટ, કિશનભાઈ સુચક, પંકજભાઈ વ્યાસ, બકુલભાઈ સરવૈયા, ચિંતન રાચ્છ, ધર્મેશભાઈ રાઠોડ, કશ્યપભાઈ ભટ્ટ, હર્ષદભાઇ રાઠોડ, સવજીબાપા, બચુભાઈ માખેલા તથા અન્ય કાર્યકરો સેવા આપી રહ્યા છે.
વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ શ્રી જગદીશભાઈ એસ.ભટ્ટ (મો.૯૯૨૫૦ ૧૭૮૮૮)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:22 PM IST)










