તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
‘રિક્ષાગેંગ'ના પ્રકાશ ઉર્ફે બકુલ,આકાશ, રોહિત અને વિપુલ સાગમટે પાસા હેઠળ જેલ ભેગા થયા
તમામ ચારેય શખ્સો મર્ડર, ચોરી, દારૂ સહિત ત્રણથી લઇ સાત જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયા છે ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.એસ.ચાવડા, એમ.એલ. ડામોર, પીએસઆઇ એસ. એમ. રાણા સહિતની ટીમની કામગીરી

રાજકોટઃ તા.૩૦, રાજકોટમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી તેની નજર ચુકવી ખીસ્સામાથી રોકડ સહિતની ચોરી કરી લઇ તેને રસ્તામાંજ કોઇ બહાનુ બતાવી ભાગી જતી આખે-આખી રિક્ષાગેંગની ક્રાઇમ બ્રાંચે પાસા તળે અટકાયત કરી અલગ-અલગ જેલમાં ઘકેલી દેવા કવાયત શરૂ કરી છે.
શહેરમાં લોકોને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડયા બાદ રસ્તામાં તેની નજર ચુકવી તેના ખીસ્સામાંથી રોકડ વગેરેની ચોરી કરી કોઇ બહાનું બતાવી તેને રિક્ષામાંથી નીચે ઉતાર ફરાર થઇ જતી રિક્ષાગેંગના રિક્ષાચાલક પ્રકાશઉર્ફે બકુલ નથુભાઇ સોલંકી (ઉ.વ. ર૪, રહે. જંગલેશ્વર, મહાદેવના મંદિર પાસે ભાડેથી), રોહત ઇકુભાઇ કોઇડીયા (ઉ.વ. ર૦ રહે. ભગવતીપરા, ત્રિમૂર્તી ચોક, ભાડેથી), ડેકોરેશનનું કામ કરતા વિપુલ વિનોદભાઇ ડોડા (ઉ.વ. ર૧, રહે. ભગવતીપરા, પૂલ નીચે, મેલડી માતાજીના મંદિર પાસે (ભાડેથી) અને આકાશ કિશનભાઇ વણોદીયા (ઉ.વ.રપ, રહે. ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટર,જામનગર રોડ) ની ક્રાઇમબ્રાંચે પાસા તળે અટકાયત કરી અનુક્રમે અમદાવાદ, મહેસાણા, પાલનપુર અને હિંમતનગરની જેલમાં ઘકેલવા તજવીજ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે પ્રકાશ ઉર્ફે બકુલ ચોરી ઉપરાંત દારૂ, મર્ડર સહિતરાજકોટ અને મોરબીમાં મળી૭ ગુનામાં, રોહિત કોઇડીયા ચોરી અને દારૂ સહિત પાંચ ગુનામાં, વિપુલ ડોડા ચોરી અને દુષ્કર્મ સહિત ત્રણ ગુનામાં અને આકાશ વણોદીયા ચોરી સહિત પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયા છે.
આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર એએસ.ચાવડા, એમ.એલ. ડામોર તથા પો. સબ.ઇન્સ. એસ.એમ.રાણા તથા એ.એસ.આઇ ભરતભાઇ વનાણી, ઘનશ્યામભાઇ મેણીયા, વિજયરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. સંજયભાઇ ધીરુભાઇ, મેહુલસિંહ ચુડાસમાએ કરી હતી.
(3:51 PM IST)










