<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

​પ્રધ્યુમનનગર પોલીસે અનડિટેક્ટ ગુન્હો ઉકેલ્યો રીક્ષા ચોરીને ફેરવતા જંગલેશ્વરના ભરત પરમારની ધરપકડ

પ્ર. નગર પીઆઇ એમ. ડી. મકવાણા અને ટીમની કામગીરી: પીએસઆઇ જે.બી. રાણીંગા,. કોન્સ. વીરેન્દ્રસિંહ પરમાર અને તૌફીકભાઈ મંધરાની બાતમી

​રાજકોટ: વાહનચોરીનો ભેદ પ્ર. નગર પોલીસે ઉકેલી ચોરાઉ રીક્ષા સાથે એકને પકડી લીધો છે.  પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચેતન્ય માંડલીક અને ઝોન-૨ ડીસીપી રાકેશ દેસાઈ દ્વારા અનડિટેક્ટ મિલકત સબંધી ગુન્હાઓ શોધવા અપાયેલી સૂચના અન્વયે પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનની ટીમે કામગીરી કરી છે. એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી રિક્ષા સાથે એક આરોપીને ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલ્યો છે.

​પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.ડી. મકવાણાના માર્ગદર્શન હેઠળ ડી.સ્ટાફના પીએસઆઈ જે.બી. રાણીંગા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પીએસઆઈ જે.બી. રાણીંગા, પો. કોન્સ. વીરેન્દ્રસિંહ પરમાર અને તૌફીકભાઈ મંધરાને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે, એ-ડિવિઝન વિસ્તારમાંથી ચોરાયેલી રિક્ષા નંબર GJ-03-AU-4001 લઈને એક શખ્સ જંકશન રેલ્વે સ્ટેશન પાસેથી પસાર થવાનો છે.

​બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે રિક્ષા સાથે એક શખ્સને અટકાવ્યો હતો. તેની સઘન પૂછપરછ કરતા તેણે આ રિક્ષાની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.

​પોલીસે ભરત શંકરભાઈ પરમાર (ઉ.વ. ૨૫, રહે. બુધ્ધનગર શેરી નં-૭, જંગલેશ્વર ભવાની ચોક પાસે, રાજકોટને પકડી લીધો છે અને પોલીસે ૧૫,૦૦૦ની કિંમતની CNG રિક્ષા નંબર GJ-03-AU-4001 રિકવર કરી છે.

આ કામગીરી પી.આઈ. એમ.ડી. મકવાણા, પીએસઆઈ જે.બી. રાણીંગા, એએસઆઈ રવીભાઈ વાઘેલા, હેડ કોન્સ. જેંતીભાઈ વાવડીયા, મયુરરાજસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ રિયાઝભાઈ, વનરાજભાઈ, ચાપરાજભાઈ, તોફિકભાઈ મંઘરા, તૌફિકભાઈ જુણાચ, વિરેન્દ્રસિંહ પરમાર અને વિશ્વજિતસિંહ ઝાલા સહિતના સ્ટાફે કરી છે.

(8:00 PM IST)