તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
દિવાળીની રજામાં સોમવારે પણ ખુલ્લું રહેશે પ્રદ્યુમન પાર્ક ઝૂ
સામાન્ય રીતે સોમવારે બંધ રહેતું પ્રાણી સંગ્રહાલય ૯ નવેમ્બરે મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવા મનપાનો નિર્ણય

રાજકોટ, તા. ૭: દિવાળીના તહેવારોની રજાઓમાં પરિવાર સાથે ફરવા નીકળતા રાજકોટવાસીઓ માટે મહાનગરપાલિકા દ્વારા આનંદના સમાચાર આપવામાં આવ્યા છે. સામાન્ય રીતે દર સોમવારે મુલાકાતીઓ માટે બંધ રહેતું રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય આગામી તા. ૯ નવેમ્બર, સોમવારના રોજ દિવાળીની રજાઓને ધ્યાનમાં રાખીને ખુલ્લું રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ મેયર ડો. નેહલ શુર્ક્ીલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા તથા બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન રક્ષિતભાઈ કલોલાએ સંયુક્ત યાદીમાં આ જાહેરાત કરી છે. દિવાળીના વેકેશન દરમિયાન બાળકો અને પરિવારો મોટી સંખ્યામાં ઙ્કાણી સંગ્રહાલયની મુલાકાત લેતા હોય છે. ત્યારે સોમવારની સાપ્તાહિક રજા હોવા છતાં મુલાકાતીઓની સુવિધાને પ્રાધાન્ય આપી પ્રાણી સંગ્રહાલય ખુલ્લું રાખવાનો નિર્ણય કરાયો છે. મહાનગરપાલિકાના પદાધિકારીઓએ દિવાળીની રજાઓ માણી રહેલા શહેરીજનો, બાળકો અને પરિવારોને આ વિશેષ સુવિધાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
(2:53 PM IST)










