<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

પોપટપરા નાલુ બન્‍યો જોખમી

પાણીની સપાટી વધતાં તંત્રએ ધમધમતો રસ્‍તો કરાવ્‍યો બંધ

રાજકોટઃ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્‍ચે શહેરના પોપટપરા નાલામાં દર વરસાદની જેમજ આ વખતે પણ પાણીનો પ્રવાહ વધી જતાં જોખમી સ્‍થિતિ સર્જાઈ હતી. નાલા પર પાણી ફરી વળતાં તંત્રએ તાત્‍કાલિક વાહન વ્‍યવહાર બંધ કરાવી બેરિકેડ કરી દીધું હતું.

ઘટનાની જાણ થતાં પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ દોડી આવ્‍યા હતા અને સ્‍થળ પર ખડેપગે રહી પરિસ્‍થિતિ પર સતત નજર રાખી હતી. કોઈ વાહનચાલક કે રાહદારી જોખમ ન લે તે માટે લોકોને નાલા તરફ જતાં અટકાવવામાં આવ્‍યા હતા. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(4:00 PM IST)