News of Monday, 5th October 2026
પોલીસનો સુપર ‘સન્ડે' : વિદેશી દારૂના ૧૦ સ્થળે દરોડા, ડ્રીંક એન્ડ ડ્રાઇવમાં ૯, છરી સાથે ૪ ઝડપાયા
દારૂ પી લટાર મારવા નિકળેલા ત્રણ અને દેશી દારૂ સાથે એક પકડાતા કાર્યવાહી : પોલીસની ‘સ્પેશ્યલ' ડ્રાઇવમાં ‘સ્પેશીયલ' કામગીરી સ્ટીયરીંગ હાથમાં ‘પેગ' પેટમાં : એસ.ટી. ડ્રાઇવર પણ પીધેલ હાલતમાં ઝપટે ચડયો

રાજકોટ, તા., ૫ : શહેર પોલીસ દ્વારા રવિવારે દારૂ અને હથીયાર લઇને ફરતા શખ્સોને પકડવા ડ્રાઇવ યોજી હતી. જેમાં ૧૦ સ્થળે દરોડા પાડી પોલીસે અંગ્રેજી દારૂના જથ્થા સાથે મહિલા સહિત આઠ શખ્સોને અંગ્રેજી દારૂ સાથે પકડી ફરાર બેની શોધખોળ શરૂ કરી છે. જયારે દારૂ પી વાહન ચલાવી નિકળેલા એસટી બસ ચાલક સહિત નવ શખ્સોને, છરી સાથે ૪ ને, દારૂ પી નિકળેલા ત્રણ અને દેશી દારૂ સાથે એકને પકડી કાર્યવાહી કરી હતી.
ભકિતનગર પોલીસના પીએસઆઇ એસ.એચ.ગોહીલ, હેડ કોન્સ. રમેશભાઇ માલકીયા સહિતની ટીમે સીંદુરીયા ખાણ પાસે ઘનશ્યામનગરમાં રહેતી પુનમ ઉર્ફે મુસકાન ગનીભાઇ મોહન (ઉ.વ.૩૬) ના મકાનમાંથી તેને રૂા. ર૪,૯૦૦ ની કિંમતના દારૂના ૮૩ ચપલા સાથે ઝડપી લીધી હતી.
બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચના એએસઆઇ સમીરભાઇ શેખ, કોન્સ. તૌફીકભાઇ જુણાચ સહિતની ટીમે પોપટપરા મેઇન રોડ પર વેરા હાઉસની સામે રહેતા મયુર ઉર્ફે ચીરાગ મગનભાઇ ઝીંઝુવાડીયાના મકાનમાંથી રૂા. ૬૧પ૦ની કિંમતના દારૂના ૪૧ ચપલા કબ્જે કરી તેની શોધખોળ શરૂ કરી છે.
ત્રીજા દરોડામાં એલસીબી ઝોન-૧ના એએસઆઇ એમ.બી.ગોસ્વામી હેડ કોન્સ. વિરદેવસિંહ જાડેજા, જગદીશસિંહ પરમાર સહિતના સ્ટાફે ગોંડલ હાઇવે પર તુલીપ પાર્ટી પ્લોટ સામેથી કારમાં દારૂ લઇને નિકળેલા પરેશ ઉર્ફે પરીયો કાળુભાઇ ડવ (ઉ.વ.ર૮ રહે. સુમંગલ પાર્ક, કોઠારીયા રોડ)ને પકડી રૂા. ર૭ હજારની દારૂની ૩૬ બોટલ અને કાર સહિત રૂા.૧.ર૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
ચોથા દરોડામાં માલવીયાનગર પોલીસના હેડ કોન્સ. એ.બી.જીલરીયા, કોન્સ. કરમણભાઇ જાદવ સહિતના સ્ટાફે ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ ગોંડલનગરમાંથી સ્કુટરમાંથી ૭૯ હજારની કિંમતના અંગ્રેજી દારૂના ર૩૮ ચપલા અને સ્કુટર સહિત રૂા. ૧.પ૯ લાખનો મુદામાલ કબ્જે કરી ફરાર સ્કુટર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
આ ઉપરાંત કુવાડવા રોડ પોલીસના હેડ કોન્સ. એમ.કે.રબારી, કોન્સ. કુશલભાઇ જોષી સહિતે (૧) સાત હનુમાન મંદીર પાસેથી સાગર અરવિંદભાઇ ઉધરેજીયા (ઉ.વ.ર૬ રહે. શિવનગર, ગ્રીનલેન્ડ ચોકડી) ને દારૂની ૧ બોટલ સાથે, (ર) આજી ડેમ પોલીસના હેડ કોન્સ. એસ.યુ.મિયાત્રા, કોન્સ. મનીષભાઇ શિરોડીયાએ દિવ્ય તેજ સ્કુલ પાસેથી પ્રતિક મધુભાઇ શિરોયા (ઉ.વ.ર૭ રહે. શિવાલય સાનિધ્ય સોસાયટી, આરએમસી વોર્ડ નં. ૧૮ ની ઓફીસ પાસ)ને દારૂની બે બોટલ સાથે, (૩) પ્ર.નગર પોલીસના હેડ કોન્સ. સી.બી.ખવડ, કોન્સ. વિરેન્દ્રસિંહ પરમારે રૂખડીયાપરા સેન્ટ્રલ જેલ પાછળથી ઋત્વીક ઉર્ફે ઠુઠારી પરેશભાઇ ડાભી (ઉ.વ.રર રહે. રૈયાધાર)ને દારૂની ૧ બોટલ સાથે (૪) ગાંધીગ્રામ પોલીસના એએસઆઇ ચેતનસિંહ ગોહીલ, કોન્સ. જયદેવસિંહ પરમાર સહિત રામાપીર ચોકડીથી લાખના બંગલા તરફ જતા રસ્તેથી હર્ષિત જીતેન્દ્રભાઇ માકડીયા (ઉ.વ.ર૯) રહે. નિલકંઠનગરને દારૂના બે ચપલા સાથે (પ) હેડ કોન્સ. બી.વી.જાડેજા અને કોન્સ. પ્રશાંતભાઇ ગજેરાએ શિવપરા મેઇન રોડ પરથી અરમાન રૂસ્તમભાઇ શેખ (ઉ.વ.ર૪ રહે. રામનગર, રૈયા રોડ)ને દારૂના ૪ ચપલા સાથે ઝડપી લીધા હતા. ગાંધીગ્રામ પોલીસના હેડ કોન્સ. ભગીરથસિંહ જાડેજા, કોન્સ. ચંદ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે નાણાવટી ચોક પાસેથી (૬) પ્રીતમ ભાવેશભાઇ લુક્કા (રહે. એસ.કે.ચોક ગાંધીગ્રામ)ને દારૂની ૧ બોટલ સાથે પકડી લીધો હતો.
દારૂ પી વાહન લઇને
નિકળેલા ૯ પકડાયા
એ ડીવીઝન પોલીસનાં હેડ કોન્સ. હેમંતભાઇ ધરજીયા, સહિતના સ્ટાફે એસ. ટી. બસ પાર્ટની અંદરથી એસ. ટી. બસ ચાક અશોક નેનાભાઇ પટેલ (રહે. ઓતમપુરા, તા. દેહગામ, જી. ગાંધીનગર)ને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લઇ બસ કંડકટર રાજેશ પરમાર (ઉ.વ.૪૭) ની ફરીયાદ પરથી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
એ ડીવી પોલીસે દારૂ પી સ્કુટર લઇને નિકળેલા મુકેશ ગોવિંદભાઇ પરમારને ભકિતનગર પોલીસે સોરઠીયાવાડી સર્કલ પાસેથી રાકેશ રામ કૈલાશ યાદવને, આજી ડેમ પોલીસે ગુલાબનગર પાસેથી દિપક લાલજીભાઇ જોલાપરાને, કોઠારીયા રોડ પરથી વિજય વિનુભાઇ દવેરાને શિતળાધાર રપ વારીયા પાસેથી પંકજ સુરેન્દ્રભાઇ ચૌધરીને, પ્ર.નગર પોલીસે પોપટપરાના નાલા પાસેથી મહિપતસિંહ અશોકસિંહ જાડેજાને, ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ હનુમાન મઢી ચોક પાસેથી જીગેશ નિનકભાઇ સહાનીને, તાલુકા પોલીસે વાવડી ગામના ગેઇટ પાસેથી મહેશ નારણભાઇ કાછડીયાને ઝડપી લીધા હતાં.
છરી સાથે ૪ પકડાયા
એલસીબી ઝોન-ર ની ટીમે જામનગર રોડ, નાગેશ્વર બસ સ્ટોપ પાછળથી વિકાસ બાબુભાઇ ચૌહાણને, બી ડીવીઝન પોલીસે મોરબી રોડ પર બારદાન ગલી પાસેથી વિજય સવજીભાઇ પીપળીયાને, એરપોર્ટ પોલીસે કુચીયાદડ ગામના બ્રીજ પાસેથી અશ્વિન ખોડાભાઇ દલસાણીયાને, આજી ડેમ પોલીસે હુડકો ચોકડી પાસેથી મહેશ મુનાભાઇ સોઢાને, દારૂ પીધેલા-ત્રણ ઝડપાયા
બી-ડીવીઝન પોલીસે દારૂપી નિકળેલા કેવલ હિતેશભાઇ સિતાપરાને મચ્છાનગર મેઇન રોડ પરથી, આજીડેમ પોલીસે કોઠારીયા રોડ પરથી અમરસિંહ રાજદેવસિંહ ચોૈહાણ અને રમેશ નાથાભાઇ પરમારને પકડી કાર્યવાહી કરી હતી.
દેશી દારૂ સાથે એકની અટકાયત
યુનિવર્સિટી પોલીસે રૈયાધાર મફતીયાપરામાંથી ભીખારામ રામભાઇ ચોૈહાણને બે લીટર દેશી દારૂ સાથે પકડી લીધો હતો.
(3:16 PM IST)










