તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
નાના મવા પાસે પોલીસમેનના કાકા અને કૌટુંબિક ભાઈ પર ફાયરીંગ :કૃષ્ણરાજસિંહનું ઘટના સ્થળે જ મોત
હુમલાખોરોએ છાતી અને માથાના ભાગે આડેધડ ગોળીઓ ઝીંકી : લોહીલુહાણ હાલતમાં ગિરિરાજ હોસ્પિટલ ખસેડાતા તબીબોએ મૃત જાહેર :તાલુકા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે દોડ્યો

રાજકોટ: શહેરના નાના મૌવા વિસ્તારમાં મોકાજી સર્કલ પાસે પોલીસકર્મીના ભાઈની જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી હુમલો કરતા પોલીસકર્મીના ભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું આ હુમલામાં પોલીસકર્મીના ભાઈ (ભત્રીજા) કૃષ્ણરાજસિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે તેમના કાકા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા
બનાવની જાણ થતા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન સહિત રાજકોટ શહેર પોલીસની વિવિધ શાખાઓ અને કાઈમ બ્રાંચની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
આ ગંભીર બનાવને પગલે સમગ્ર રાજકોટ શહેર પોલીસ તંત્ર એલર્ટ મોડ પર મુકાઈ ગયું છે. આરોપીઓને ઝડપી પાડવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી છે તેમજ સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસે હત્યાના કારણો અને આરોપીઓની ઓળખ અંગે તપાસ શરૂ કરી છે. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો કડક ઘંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.( તસ્વીર અભિજીત બગથરીયા )
(12:42 AM IST)










