<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

સોની બજારની આંગડીયા પેઢીઓમાં પોલીસે મુલાકાત લીધીઃ તહેવારમાં સાવચેતી રાખવા સુચનો

રાજકોટ : દિવાળીના તહેવારને લઇ શહેર પોલીસ દ્વારા ચેકીંગ કરાઇ રહ્યુ છે. ત્‍યારે એ ડીવીઝન પોલીસના પીઆઇ જે. વી. વાઢીયાની રાહબારીમાં કોઠારીયા નાકા પોલીસ ચોકીના પીએસઆઇ વી. કે. ઝાલા, એએસઆઇ મનહરસિંહ જાડેજા સહિતના સ્‍ટાફે સોની બજારમાં આવેલી આંગડીયા પેઢીઓ અને દુકાનોની મુલાકાત લઇ સુરક્ષા વ્‍યવસ્‍થાની સમીક્ષા કરી હતી. આ સમયે પેઢીમાં લગાવેલા સીસીટીવી કેમેરાના એંગલ ચકાસી બંધ કેેમેરા ચાલુ કરવા તેમજ રોકડની હેરફેર સમયે તકેદારી રાખવા સુચના અને માર્ગદર્શન આપ્‍યુ હતું.

 

(3:11 PM IST)