<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

મવડી મેઇન રોડ પર લોકો રસ્‍તા વચ્‍ચે બેસી જતા પોલીસ દોડીઃકેસરીયા હનુમાન મંદિર બે દિવસમાં હટાવવા ખાત્રી

આસ્‍થાપૂર્વક ઉથાપન : શહેરમાં મોડી રાત્રે ડઝન જેટલા ધાર્મિક બાંધકામો દૂર કરવામાં આવ્‍યા હતા. અમુક સ્‍થળે વિરોધ તો કેટલીક જગ્‍યાએ ભાવિકોએ આસ્‍થાપૂર્વક મૂર્તિઓનું ઉથાપન કરી અન્‍યત્ર સ્‍થાપન કર્યુ હતું. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)  

રાજકોટ,તા.૧૫: મ્‍યુનિસિપલ કોર્પોરેશનની વેસ્‍ટ ઝોન ટાઉન પ્‍લાનિંગ શાખા દ્વારા ગત મોડી રાત્રે મવડી અને નાના મવા  સહિતના વિસ્‍તારોમાં એક સાથે ૧૦ થી ૨૦ જેટલા મંદિરો  તોડી પાડવામાં આવ્‍યા હતા. હાઇકોર્ટ અને સરકાર દ્વારા રોડ પરના દબાણો હટાવવા અપાયેલી સૂચનાના પગલે આ કાર્યવાહી કરાઈ હતી, જેમાં મવડી મેઈન રોડ પર ઉદયનગર પાસે કેસરિયા હનુમાન મંદિર હટાવવા જતા કોર્પોરેશન અને પોલીસ સ્‍ટાફ સાથે લોકો ને ઘર્ષણ થયું હતું. આ જગ્‍યા એ ટીપી સ્‍ટાફ બંદોબસ્‍ત અને બુલડોઝર લઈને પહોંચતા ભક્‍તો સહિત લોકો ના ટોળા એકઠા થયા હતા. આ મંદિર ન તોડવા રજુઆત કરી રામધૂન બોલાવતા થોડી વાર માટે તંગદિલી પ્રસરી હતી. બાદમાં તંત્ર એ ઓટા જેવું આંશિક દબાણ તોડ્‍યું હતું. લોકોએ ૪૮ કલાકમાં બાકી નું દબાણ હટાવવા ખાત્રી આપતાં ટિમ રવાના થઈ હતી. આ સમયે વધુ પોલીસ બંદોબસ્‍ત બોલાવવો પડ્‍યો હતો. મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ અને રોડ રસ્‍તા પર આવતા નાના મંદિરો અને હનુમાનજીની ડેરી તોડી પાડવા માટે નિર્ણય કરવામાં આવ્‍યો હતો. જે અન્‍વયે રાત્રિ દરમિયાન કોઈ મોટું ઘર્ષણ ન થાય આ માટે તંત્ર દ્વારા રાત્રીના સમયે ડિમોલિશન કરવા નિર્ણય કરવામાં આવ્‍યો હતો અને સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા રાત્રે દોઢ વાગ્‍યાથી શરૂ કરી ૫ વાગ્‍યા સુધી ચાલી હતી.

(3:38 PM IST)