<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

રાજકોટના લાપાસરી રોડ પર કામખ્‍યા માતાજીના મંદિર નજીક જુગારધામ પર આજીડેમ પોલીસનો દરોડોઃ ૧૬ શખ્‍સો ૫કડાયા

પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ વી. જી. ડોડીયા અને ટીમની કાર્યવાહીઃ રૂ. ૪૧,૧૧૦ની રોકડ કબ્‍જે

રાજકોટઃ શહેરના આજીડેમ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલ લાપાસરી ગામ તરફ જવાના રસ્‍તે કામખ્‍યા માતાજીના મંદિર નજીક જાહેર સ્‍થળે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ૧૬ શખ્‍સોને આજીડેમ પોલીસે દરોડો પાડી રોકડ રકમ તથા જુગારના સાહિત્‍ય સાથે પકડી લીધા છે.

આજીડેમ પોલીસ સ્‍ટેશનના પો.કોન્‍સ. સાવનભાઇ સુરેશભાઇ સાંગાણી નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમીના મળતાં પીએસઆઇ વી. જી. ડોડીયા, હરપાલસિંહ જાડેજા સહિતની ટીમે રણુજા મંદિરથી લાપાસરી ગામ તરફ જવાના રસ્‍તે આવેલા કામખ્‍યા માતાજીના મંદિર નજીક દિપકભાઇ નવાપરીયાના મકાન પાસે દરોડો પાડ્‍યો હતો. જ્‍યાં કેટલાક શખ્‍સો જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો ે પૈસાની હાર-જીતનો જુગાર રમતા મળી આવ્‍યા હતા.

પોલીસે આ દરોડામાં દિપક મેઘજીભાઇ નવાપરીયા (ઉ.વ. ૩૯, રહે. લાપાસરી ગામ તરફ જવાના રસ્‍તે, કામખ્‍યા માતાજીના મંદિર નજીક, રાજકોટ), જીતુ જીવાભાઇ કારડીયા (ઉ.વ. ૩૧, રહે. લાપાસરી ગામ તરફ જવાના રસ્‍તે, કામખ્‍યા માતાજીના મંદિર નજીક, રાજકોટ), ધર્મેશ જીવાભાઇ સોલંકી (ઉ.વ. ૩૫, રહે. લાપાસરી ગામ તરફ જવાના રસ્‍તે, કામખ્‍યા માતાજીના મંદિર નજીક, રાજકોટ), હિતુલ ધીરૂભાઇ નવાપરીયા (ઉ.વ. ૨૬, રહે. મોભાણા ગામ, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા), વિજય મેઘજીભાઇ નવાપરીયા (ઉ.વ. ૨૮, રહે. લાપાસરી ગામ તરફ જવાના રસ્‍તે, કામખ્‍યા માતાજીના મંદિર નજીક, રાજકોટ), અજય વાઘજીભાઇ ડોડીયા (ઉ.વ. ૨૯, રહે. જયનગર મ.પરા, કોઠારીયા રોડ, રાજકોટ), મુકેશ જયંતિભાઇ કારડીયા (ઉ.વ. ૨૬, રહે. લાપાસરી ગામ તરફ જવાના રસ્‍તે, કામખ્‍યા માતાજીના મંદિર નજીક, રાજકોટ), હસમુખ દિપકભાઇ નવાપરીયા (ઉ.વ. ૨૭, રહે. જયનગર મ.પરા, શેરી નં. ૦૪, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ),ભાવેશ મેઘજીભાઇ નવાપરીયા (ઉ.વ. ૩૩, રહે. લાપાસરી ગામ તરફ જવાના રસ્‍તે, કામખ્‍યા માતાજીના મંદિર નજીક, રાજકોટ), વિપુલ કનુભાઇ ગોહેલ (ઉ.વ. ૩૪, રહે. જયનગર મ.પરા, શેરી નં. ૦૪, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ), સચિન રમેશભાઇ પરમાર (ઉ.વ. ૨૮, રહે. મયુરનગર, શેરી નં. ૦૨, રાજમોતી મીલ પાસે, ભાવનગર રોડ, રાજકોટ), કિશોર જેન્‍તીભાઇ નવાપરીયા (ઉ.વ. ૨૬, રહે. જયનગર મ.પરા, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ), સંજય ભૂપતભાઇ જોંગરીયા ઉ.વ. ૩૪, રહે. બાલાજી પાર્ક, શેરી નં. ૦૧, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ), સચિન રાજેશભાઇ પરમાર (ઉ.વ. ૨૩, રહે. જયનગર મ.પરા, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ),સંજય જીવાભાઇ કારડીયા (ઉ.વ. ૨૯, રહે. લાપાસરી ગામ તરફ જવાના રસ્‍તે, કામખ્‍યા માતાજીના મંદિર નજીક, રાજકોટ), પ્રકાશ વાઘજીભાઇ ડોડીયા ( ઉ.વ. ૩૩, રહે. જયનગર મ.પરા, કોઠારીયા રોડ)ને પકડી લીધા હતાં. પોલીસે જૂગારધારાનો ગુનો નોંધી રોકડ રકમ ગંજીપાના કબ્‍જે કર્યા છે.

(1:41 PM IST)