તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
બે મકાનમાં ચાલતાં જૂગારધામમાં દરોડાઃ છ મહિલા સહિત ૧૮ પત્તાપ્રેમીઓને પોલીસે પકડયા
આજીડેમ ચોકડીએ ભારતનગરમાં થોરાળા પોલીસનો અને પોપટપરામાં પ્ર.નગર પોલીસનો દરોડોઃ ૪૨ હજારથી વધુની રોકડ કબ્જે

રાજકોટઃ શહેરમાં જુગારની પ્રવળત્તિ યથાવત રહી હતી. વધુ બે જુદા-જુદા વિસ્તારમાં દરોડા પાડી પોલીસે છ મહિલા સહિત ૧૮ પત્તાપ્રેમીઓને પકડી લીધા હતાં. આ બંને કેસમાં જુગાર ધારાની કલમ ૪ અને ૫ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક દરોડો થોરાળા પોલીસે ભારતનગરમાં એક મકાનમાં પાડયો હતો અને બીજો દરોડો પ્ર.નગર પોલીસે પોપટપરામાં એક મકાનમાં પાડયો હતો.
જાણવા મળ્યા મુજબ થોરાળા પોલીસ સ્ટેશન હેઠળ ભારતનગર સંતોષી ચોક પાસે આજીડેમ ચોકડી પાસે રહેણાંક મકાનમાં બહારથી લોકોને ભેગા કરી બોલાવી પૈસાની હાર-જીતનો તીન પત્તીનો જુગાર રમાડવામાં આવતો હતો. આ દરોડા દરમિયાન પોલીસે કંચનબેન મહેશભાઈ ભૂરાભાઈ ભોજાણી (રહે. ભારતનગર સંતોષી ચોક, આજીડેમ ચોકડી પાસે), રેખાબેન વિનુભાઈ દાનાભાઈ ગળધરીયા (રહે. કોળી સોસાયટી શેરી નં. ૦૧, રજાકભાઈના મકાનમાં ભાડેથી, થાન જી. સુરેન્દ્રનગર), રંજનબેન જનકભાઈ રામજીભાઈ શેખ (રહે. યુવરાજનગર રામાપીરના મંદિરની બાજુમાં, આજીડેમ ચોકડી પાસે), લીલાબેન રમેશભાઈ શિવાજીભાઈ સોલંકી (રહે. ભારતનગર શેરી નં. ૦૯, ખેતલાબાપાના મંદિરની બાજુમાં, આજીડેમ ચોકડી પાસે), મનુભાઈ ડાહ્યાભાઈ મોહનભાઈ મકવાણા (રહે. યુવરાજનગર રામાપીરના મંદિરની બાજુમાં), વિમલભાઈ અરવિંદભાઈ જીવરાજભાઈ બગદરીયા (રહે. ભારતનગર શેરી નં. ૦૯, ગોકુળ વિદ્યાલયની બાજુમાં, આજીડેમ ચોકડી પાસે), કિશનભાઈ કાનજીભાઈ રવજીભાઈ વાલાણી (રહે. ભારતનગર શેરી નં. ૦૯, આજીડેમ ચોકડી પાસે) અને ટીનાજી ઉર્ફે ટીનો પ્રભાતજી હમીરજી ઠાકોર (રહે. ભારતનગર શેરી નં. ૯, હંસાબેન કોળીના મકાનમાં ભાડેથી) નામના ૮ આરોપીઓને રોકડા રૂ. ૨૫,૫૦૦ તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી પાડ્યા હતા.
જ્યારે બીજો દરોડો પ્ર.નગર પોલીસે પાડયો હતો. પોપટપરા શેરી નંબર ૮, જંકશન ચોકી પાસે આવેલા મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો. મકાનમાલિક બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીન પત્તીનો જુગાર રમાડતો હતો. આ કેસમાં પોલીસે ભાવેશ કિશોરભાઈ ગોહેલ (રહે. પોપટપરા શેરી નંબર ૮), વિશાલ ભરતભાઈ મજેઠીયા (રહે. પોપટપરા શેરી નંબર ૯/૧૧), અબ્દુલ હમીદભાઈ સમા (રહે. પોપટપરા રઘુનંદન શેરી નં.૬/૨), નીરવ બેચરભાઈ પટેલ (રહે. ઉમિયા નગર ફ્લેટ ડીડોલી સુરત એન-૨), અનિલ ચતુરભાઈ ઘેલાણી (રહે. પોપટપરા શેરી નંબર ૫ ના ખૂણે), ગુલાબ રસુલભાઈ સેતા (રહે. પોપટપરા શેરી નંબર ૮), આઝાદ કમલભાઈ ઠેબા (રહે. પોપટપરા શેરી નંબર ૮), રમેશ બટુકભાઈ ડાભી (રહે. પોપટપરા મેઇન રોડ રામાપીરના મંદિર પાસે), જયદીપ કિશોરભાઈ ગોહેલ (રહે. પોપટપરા શેરી નંબર ૮) અને નૈનાબેન કિશોરભાઈ ગોહેલ (રહે. પોપટપરા શેરી નંબર ૮)ને પકડી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૧૯,૧૬૦ તથા ગંજીપત્તાના પાના કબ્જે કર્યા હતા, જ્યારે રાત્રીના સમયે મહિલા આરોપીની અટકાયત બાકી રખાઇ હતી.
(12:13 PM IST)










