<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

પોલીસ ઇન્‍સપેકટર સંજયસિંહ જાડેજાની એસએમસીમાં બદલી થતાં છુટા કરાયા

શહેર એસઓજીમાં નવા પીઆઇ તરીકે બી. એન. ચોૈધરીએ ચાર્જ સંભાળ્‍યો

રાજકોટ તા. ૭: શહેર એસઓજીમાં નોંધપાત્ર કામગીરી કરનાર અને માદક પદાર્થના દુષણને ડામવા આવા પદાર્થોની હેરાફેરીના નેટવર્કને સમુળગુ ડામી દેવાની કામગીરી કરનારા પીઆઇ સંજયસિંહ એમ. જાડેજાની એસએમસીમાં એટેચ તરીકે ચાર મહિના પહેલા બદલીનો ઓર્ડર થયો હોઇ હવે તેમને પોલીસ કમિશનર દ્વારા છુટા કરાયા છે. એટેચ તરીકે તેઓ એસએમસીમાં ચાર્જ સંભાળતાં હોઇ તેમની જગ્‍યાએ પીઆઇ બી. એન ચોૈધરીને એસઓજીના નવા પીઆઇ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. 

 

(3:48 PM IST)