તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ચૌધરી શાળા ખાતે મત ગણતરી કેન્દ્રની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ

રાજકોટઃ શહેરમાં મહાનગર પાલિકાની ચુંટણી અન્વયે મત ગણતરી પ્રક્રિયા શાંતિપુર્ણ રીતે અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સ* છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ સવારે ચૌધરી હાઈસ્કૂલ ખાતે મત ગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મતગણતરી કેન્દ્રની આસપાસની સુરક્ષા, સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમજ મત ગણતરી કેન્દ્રની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવાની સાથે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં, તે માટે તેમણે માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
(11:56 AM IST)










