<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

વિદેશી દારૂના ચપલા સાથે રાજેશ અને રવિરાજસિંહને પોલીસે દબોચ્‍યા

એલસીબી ઝોન-૧ ટીમનો મોટા મવા પૂલ પાસે, તાલુકા પોલીસનો પુનિતનગરમાં દરોડો

રાજકોટ તા. ૨૪: દારૂના બે દરોડામાં એલસીબી ઝોન-૨ ટીમે મોટા મવા ગામના પૂલ પાસેથી એક શખ્‍સને ટુવહીલરમાં વ્‍હીસ્‍કીના ૨૪ ચપલા લઇને નીકળતાં અને તાલુકા પોલીસે પુનિતનગર પાસેથી એક શખ્‍સને વ્‍હીસ્‍કીના ૧૬ ચપલા સાથે પકડી લીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ એલસીબી ઝોન-૨ ટીમના હરપાલસિંહ જાડેજા, જયંતિભાઇ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, શક્‍તિસિંહ ગોહિલ, સત્‍યજીતસિંહ જાડેજા, કુલદીપસિંહ રાણા, શીવભદ્રસિંહ કુંભારવાડીયા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે માહિતીને આધારે કાલાવડ રોડ મોટા મવા પૂલ પાસે ટુવ્‍હીલર ચાલકને અટકાવી તલાશી લેતાં તેના ટુવ્‍હીલર જીજે૦૩પીકે-૧૯૯૮ની ડેકીમાંથી રૂા. ૬૦૦૦ની કિંમતના એઇટ પીએમ વ્‍હીસ્‍કીના ૨૪ ચપલા મળતાં તે તથા વાહન કબ્‍જે કરી ગુનો નોંધી ચાલક રાજેશ ગણપતભાઇ રામાવત (ઉ.વ.૫૧-રહે. રતનપર, મહેશ્વરી વૃધ્‍ધાશ્રમ પાછળ જલારામ-૨)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

જ્‍યારે તાલુકા પોલીસ મથકના કે. એસ. ઝાલા, બળભદ્રસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા સહિતે પેટ્રોલીંગ દરમિયાન પુનીતનગર-૧ મેલડી માતાના મંદિરવાળી શેરીમાં હાથમાં કોથળી લઇને નીકળેલા શખ્‍સને અટકાવી તલાશી લેતાં કોથળીમાંથી વ્‍હીસ્‍કીના રૂા. ૨૮૮૦ના ૧૬ ચપલા મળી આવતાં કબ્‍જે કર્યા હતાં. પુછતાછમાં પોતાનું નામ રવિરાજસિંહ અજીતસિંહ ગોહિલ (ઉ.વ.૩૪-રહે. પુનિતનગર-૧) જણાવતાં ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

(3:37 PM IST)