<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

પ્રતિબંધિત ઈ-સિગારેટ વેચતા વેપારી અશોક કેશરીયા સામે પોલીસ કાર્યવાહી: રૂ. ૧૨,૦૦૦નો મુદ્દામાલ જપ્ત

એલસીબી ઝોન-૨ ટીમે કાલાવાડ રોડ પર આવેલા 'ડ્રિમ પોઇન્ટ' નામના કોમ્પ્લેક્સમાંથી ૧૨ નંગ ફ્લેવર્ડ ઈ-સિગારેટ પકડી

રાજકોટ: શહેરમાં પ્રતિબંધિત ઈ-સિગારેટ (ઈ-સિગારેટ વેપો) ના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસે લાલ આંખ કરી છે. કાલાવાડ રોડ પર સેન્ટમેરી સ્કૂલ સામે પંચનાથ કોમ્પ્લેક્ષમાં આવેલા 'Dream Point' ખાતેથી પોલીસે પ્રતિબંધિત ઈ-સિગારેટના જથ્થા સાથે એક વેપારી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ, એલ.સી.બી. ઝોન-૨ના એ.એસ.આઈ. હરપાલસિંહ જશુભા જાડેજા ફરિયાદના આધારે માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી અશોકભાઈ નારાયણદાસ કેસરીયા (ઉં.વ.૪૦, રહે. એવરેસ્ટપાર્ક શેરી નં.૪, "કેસરીયા પેલેસ", મેકડોનાલ્ડ પાછળ, કાલાવાડ રોડ, રાજકોટ) પોતાની દુકાને ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત એવી 'FUNKY REPUBLIC DISPOSABLE POD DEVICE FI 3000' અલગ અલગ ફ્લેવરોની ઈ-સિગારેટ વેચાણ અર્થે રાખેલી હતી. આ ઉપરાંત આ ઈ-સિગારેટ પર આરોગ્ય માટે હાનિકારક હોવાની જરૂરી વૈજ્ઞાનિક ચેતવણીના સ્ટીકરો પણ લગાવેલા ન હતા. પોલીસે દરોડા દરમિયાન કુલ ૧૨ નંગ પ્રતિબંધિત ઈ-સિગારેટ કિંમત રૂ. ૧૨,૦૦૦ની જપ્ત કરી છે. આ મામલે પોલીસે આરોપી સામે 'ધી સીગારેટ અને બીજી તમાકુ ઉત્પાદન અધિનિયમ ૨૦૦૩' તથા 'ધી પ્રોહીબીશન ઓફ ઈલેક્ટ્રોનિક સિગારેટ અધિનિયમ-૨૦૧૯' ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ એસ.વી. ચુડાસમાની રાહબરીમાં એલ.સી.બી. ઝોન-૨ના હેડકોન્સ. સત્યજીતસિંહ ડી. જાડેજા ચલાવી રહ્યા છે.  

(10:31 AM IST)