તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
શનિવારે કવિ સંમેલન અને એકાંકી નાટક ‘સંસ્કાર અને ટેકનોલોજીનો સંગમ' : કલા પ્રેમીઓને આમંત્રણ

રાજકોટ : રમત, ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર, જિલ્લા યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ તેમજ જયોતિર્ગમય કલા સંસ્થા, રાજકોટ (ભૂષિત શુકલ) અને શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી તા. ૧૧ શનિવાર સાંજે ૬ કલાકે, શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ હોલ (૩જો માળ, વૈશાલી નગર-૧૦, સ્વામિનારાયણ મંદિર પાછળ, કાલાવાડ રોડ) ખાતે કવિ સંમેલન તથા એકાંકી નાટક ‘‘સંસ્કાર અને ટેકનોલોજીનો સંગમ'' એઆઇના આશીર્વાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
નાટકના લેખક : યશ ગોહિલ છે, તેમજ દિગ્દર્શક સંજય ગોહિલ છે. નાટય કલાકારો : રમેશ વ્યાસ, સરોજ પાટડીયા, યશ પંડયા, રાધિકા ભટ્ટી, પરી સોલંકી તથા યશ ગોહિલ અભિનયના ઓજસ પાથરશે. કવિ સંમેલનમાં કવિગણ તરીકે મીરાબેન વ્યાસ, નમ્રતાબેન જોષી ઓઝા, વંદનાબેન દવે, પાયલબેન ઉનડકટ, રક્ષાબેન કાચા, કુસુમબેન કુંડારિયા, પારુલબેન ઢેબર, મહેશભાઇ બારોટ, અંબાલાલ ખાનપરા, આશિષ અઘેરા તેમજ ભૂષિત શુકલ પોતાની સ્વરચિત રચના પ્રસ્તુત કરશે. કાર્યક્રમનું આયોજન જયોતિર્ગમય કલા સંસ્થા, રાજકોટ કે જે સંસ્થાનો હેતુ નવોદિત કલાકારોને તક આપવાનો, સાંસ્કૃતિક, સંગીત, તેમજ નાટય જેવી પ્રવૃતિઓ કરવાનો હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે. સંસ્થાના આયોજકોએ ભૂષિત શુકલ, ડૉ. સુધીર પંડયા, પ્રશીલ વોરા, મનીષ ચાવડા, દિશા શુકલ તથા પારુલબેન ઢેબરે કર્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશભાઇ દિહોરા, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના અનુપમભાઇ દોશી તથા ટ્રસ્ટી વી કેન ગૃપ, લઘુ ઉદ્યોગ, ભારતી મહિલા પાંખ પ્રમુખ, પૂર્વ સદસ્ય રા.ન.પ્રા.શિ.ના પીનાબેન કોટક મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ નિઃશુલ્ક હોય કલાપ્રેમીઓને આમંત્રણ અપાયું છે.
તસ્વીરમાં સંજયભાઇ ગોહિલ - દિગ્દર્શક, યશ ગોહિલ - લેખક,કલાકાર, ભૂષિત શુકલ - જયોતિર્ગમય કલા સંસ્થા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:35 PM IST)










