News of Monday, 5th October 2026
‘અકિલા રઘુવંશી બીટસ'માં ખેલૈયાઓ મનભરીને ગરબે રમવા આતુર
દેશભક્તિના ગીતો ઉપર ખેલૈયાઓ રાસે રમશેઃ સ્વચ્છતા અભિયાન ઉપર ભાર મુકાશેઃ ફોર્મ ભરવાનું ચાલુ

રાજકોટઃ જગત જનનીમાં આદ્યશિકતની આરાધનાના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહયાં છે. ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહયો છે. તેમાં પણ રાજકોટની જનતા એટલે ઉત્સવ પ્રેમી જનતા છે જે નવરાત્રીના મહિનાઓ અગાઉથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેતા હોય છે. ત્યારે ખેલૈયાઓ માટે, રઘુકૂળ યુવા ગ્રુપ દ્વારા 'અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ૨૦૨૬ૅ જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે.
દર વર્ષની માફક આ વર્ષે પણ આ નવરાત્રી મહોત્સવમાં આનંદની સાથોસાથ સેવાકીય ક્ષેત્રના વિવિધ આયોજનો પણ હાથ ધરાશે. યુવા ખેલૈયાઓમાં દેશ ભકિતનું પ્રમાણ પ્રસરે તે માટે વચ્ચે વચ્ચે દેશ ભકિતને લગતા ગીતો પણ વગાડાશે. સ્વચ્છતા અભિયાનને પણ સતત મહત્વ અપાશે. મહોત્સવ દરમ્યાન સતત પ્રયત્નો અને પ્રચાર-પ્રસાર કરાશે.
'અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ૨૦૨૬' ના ફોર્મ વિતરણ માટેના વ્હોટસએપ મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭ નંબર તમારા મોબાઈલમાં સેવ કરીને ફોર્મની પી.ડી.એફ઼ ફાઈલ મંગાવી ડાઉનલોડ કરી શકાશે.
‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ૨૦૨૬'' ના ફોર્મ વિતરણ શરૂ થઈ ગયેલ છે. ફોર્મ જમા કરાવવા માટે મુખ્ય કાર્યાલય જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક, સાંઈનગર કોમ્યુનીટી હોલની સામે (મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭) કાર્યાલયે જ સંપર્ક કરવો. શ્રી રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા શારદીય નવરાત્રી દરમિયાન તા.૧૧/૧૦/૨૦૨૬ થી તા. ૨૦/૧૦/૨૦૨૬ સુધી યોજાનાર 'અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ ''ના ફોર્મ (૧) જાનકી પ્રોપોર્ટીઝ, જગન્નાથ ચોક, કાલાવડ રોડ (૨) રઘુવંશી વડાપાંઉ, કરણસિહજી રોડ, બાલાજી મંદિર સામે (૩) રાધે કેન્ડી, રાજપેલેસની સામે, સાધુ વાસવાણી રોડ, (૪) એન્જોય લેડીઝ કલબ, શિવમ પાર્ક-૧, અમૃતા હોસ્પિટલ પાછળ, રૈયા ચોકડી (૫) એકતા પ્રકાશન, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (૬) જલારામ વેડિગ કાઉન્ટર, મ્યુનીસીપલ કમીશ્નરશ્રીના બંગલાની બાજુમાં, (૭) અરૂણા સીલેકશન, નિર્મળા રોડ (૮) એલીઝા બ્યુટી સલુન, સવન સર્ફેશ કોમર્શીયલ, રૈયા રોડ (૯) ઉમાવંશી દાબેલી, ગુણાતીતનગર ચોક, રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાછળ (૧૦) જલારામ હોઝીયરી, યોગેશ્વર પાર્ક મેઈન રોડ, પાટીદાર ચોક, (૧૧) એરટેલ શોપી, જાસલ કોમ્પલેક્ષ, નાણાવટી ચોક, (૧૨) મુંબઈ મહારાજા વડાપાંઉ, શોપ નં. ૩, રોયલ એન્કલેવ, શીવાલય ચોક, રેલનગર (૧૩) સંતોષ ડેરી ફાર્મ, ઈન્દીરા સર્કલ પાસે (૧૪) શીવપુષ્પ મેડીકલ સ્ટોર, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતેથી મળશે. ફોર્મ માટે મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયુ છે.
(3:14 PM IST)










