તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Tuesday, 21st April 2026
રાજકોટના નાણાકીય ક્ષેત્રે પીએલ કેપિટલનો ભવ્ય પ્રવેશ : ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નવી શાખાનો શુભારંભ
૮૦ વર્ષના વારસા સાથે ભારતની અગ્રણી નાણાકીય સેવા પ્રદાતા કંપની હવે રાજકોટમાં : સ્થાનિક રોકાણકારોને મળશે વર્લ્ડ-ક્લાસ સંપત્તિ વ્યવસ્થાપન, એડવાઈઝરી અને સંશોધન આધારિત નાણાકીય ઉકેલો : પત્રકાર પરિષદ

રાજકોટ : પીએલ કેપિટલના ગુજરાત હેડ શ્રી વિકાસ કાનાબાર અકિલાના આંગણે આવ્યા હતા. તેઓએ અકિલાના મોભી
શ્રી કિરિટભાઇ ગણાત્રા સાથે કંપની વિશે ચર્ચા કરી હતી.
રાજકોટ : ભારતની સૌથી સન્માનિત નાણાકીય સેવાઓની કંપનીઓ પૈકીની એક, ‘ધ પ્રભુદાસ લીલાધર ગ્રુપ' (પીએલ કેપિટલ) દ્વારા રાજકોટમાં તેની નવી શાખાના શુભારંભની જાહેરાત કરવામાં આવી છે. આ નવી શાખા શહેરના વ્યૂહાત્મક વિસ્તાર ગણાતા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર, નાના માવા સર્કલ નજીક, આરકે પ્રાઈમમાં (ઓફિસ નં. ૭૧૧, ૭૧૨, ૭૧૩) કાર્યરત કરવામાં આવી છે. આ અંગે યોજાએલ પત્રકાર પરિષદમાં પીએલ કેપિટલના ચેરપર્સન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રીમતી અમીષા વોરાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર એક આકર્ષક અને ઝડપથી ઉત્ક્રાંતિ પામતું બજાર છે. રાજકોટમાં એસએમઈ (SME) ના મજબૂત મૂળની હાજરી છે, લિસ્ટેડ કંપનીઓની સંખ્યામાં સતત સુધારો થઈ રહ્યો છે અને નાણાકીય જાગળતિ સાથે રોકાણકારોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વધુમાં, રાજકોટ ભારતનાં ટોચનાં ૨૦ સૌથી ઝડપથી વળદ્ધિ પામતાં શહેરોમાં સામેલ છે.
રાજકોટની આ નવી શાખા એક સંપૂર્ણ સેવા પૂરી પાડતી શાખા રહેશે. જેમાં આ સુવિધાઓનો લાભ રોકાણકારો મેળવી શકશે. બ્રોકિંગ, એસેટ મેનેજમેન્ટ, ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ અને સિકયુરિટીઝ ફાઈનાન્સ, પીએલની સ્ટાર પ્રોડક્ટ ‘એક્વાપીએમએસ' અને કવેન્ટ-પ્રેરિત રોકાણ યોજનાઓ, એચએનડબ્લ્યુઆઈ, કોર્પોરેટ ટ્રેઝરીઓ, પારિવારિક ઓફિસો અને વ્યક્તિગત ગ્રાહકો માટે વિશેષ સલાહ.
રિટેઈલ બ્રોકિંગ અને ડિસ્ટ્રિબ્યુશનના સીઈઓ સંદીપ રાયચુરાએ જણાવ્યું હતું કે, ‘‘અમે રાજકોટ જેવા ટિયર-૨ શહેરોમાં રિટેઈલ રોકાણકારોમાં મોટો પ્રવાહ જોયો છે. લોકો હવે નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ આધુનિક અને વૈવિધ્યપૂર્ણ રોકાણ સાધનોમાં રોકાણ કરવા ઈચ્છે છે. અમે સ્થાનિક રોકાણકારોની જરૂરિયાતોને સમજીને નવીનતમ સમાધાન પૂરા પાડીશુ''.
તસ્વીરમાં પીએલ ગ્રુપના ચેરમેન શ્રી અમિષા વોરા, સીઇઓ સંદીપ રાયચુરા, નેશનલ હેડ વિક્રમ કસાત વિ. નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:09 PM IST)










