News of Tuesday, 6th October 2026
મવડી ઇલેક્ટ્રિક સ્મશાનમાં ગંદકીના ગંજઃ તાત્કાલિક સફાઈની માંગ
ધૂળ-માટી, પથ્થરો, બાંધકામનો કચરો અને ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરાથી મચ્છર-જીવાતનો ઉપદ્રવ

રાજકોટ, તા.૬: શહેરના વોર્ડ નં.૧૧માં આવેલા મવડી ઇલેક્ટ્રિક સ્મશાનમાં સફાઈનો અભાવ હોવાની ફરિયાદ ઠી છે. સ્મશાન પરિસરમાં ધૂળ-માટી, પથ્થરો, બાંધકામનો કચરો અને અન્ય વેસ્ટ મટીરિયલનો ભરાવો થયો છે. ચોમાસા બાદ પરિસરમાં મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરાં અને બિનજરૂરી વનસ્પતિ પણ ગી નીકળતાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
આ ગંદકી અને ઝાડી-ઝાંખરાંને કારણે સ્મશાન પરિસરમાં મચ્છર તથા અન્ય જીવાતોનો ઉપદ્રવ વધવાની સાથે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો ફેલાવાનું જોખમ ભું થયું છે. અંતિમવિધિ માટે આવતા મળતકના સ્વજનો અને અન્ય નાગરિકોને પણ અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
આ અંગે સામાજીક કાર્યકર સવજીભાઈ સી. ફળદુએ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા, મેયર ડૉ. નેહલ શુક્લ, વેસ્ટ ઝોનના ડેપ્યુટી ઇજનેર, બાંધકામ શાખા, ગાર્ડન વિભાગ તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જવાબદાર અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે.
મવડી ઇલેક્ટ્રિક સ્મશાનની તાત્કાલિક સ્થળ તપાસ અને સર્વે કરાવી ધૂળ-માટી, પથ્થરો, બાંધકામનો કચરો તથા અન્ય ગંદકી દૂર કરવામાં આવે તેમજ ગી નીકળેલાં ઝાડી-ઝાંખરાં અને બિનજરૂરી વળક્ષોનું યોગ્ય રીતે કટિંગ કરી સમગ્ર પરિસરની સંપૂર્ણ સફાઈ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
(2:14 PM IST)










