News of Saturday, 26th September 2026
પીઆઇ એમ. જે. ધાધલને મુળી પોલીસ સ્ટેશનમાં નિમણુંક અપાઇ
રાજકોટ ફરજ બજાવી ચુકેલા અધિકારી ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરવા માટે જાણીતા

રાજકોટ તા. ૨૬: શહેરમાં માલવીયાનગર પોલીસમાં ફરજ બજાવી રહેલા પીએસઆઇ એમ. જે. ધાધલને પીઆઇનું પ્રમોશન મળતાં તેમની બદલી થયા બાદ હાલ તેમને સુરેન્દ્રનગરના મુળી પોલીસ સ્ટેશનમાં નિમણુંક આપવામાં આવી છે.
મુળી પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. આર. બારૈયાની બદલી થતાં ખાલી પડેલી તેમની જગ્યાએ લીવ રીઝર્વ પીઆઇએમ. જે. ધાધલને પોલીસ અધિક્ષક દ્વારા નિમણુંક આપવામાં આવી છે. અગાઉ વાંકાનેરમાં પણ ફરજ બજાવી ચુકેલા પીઆઇ એમ. જે. ધાધલ ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરવા માટે જાણીતા છે.
(3:32 PM IST)










