તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
ફુલ ખિલે ગુલશન ગુલશન : એ. રફી મ્યુઝીકલ ગૃપ દ્વારા કાલે મહમદ રફી સ્પેશ્યલ સંગીત સંધ્યા

રાજકોટ, તા. ૩ : ઇવનીંગ પોસ્ટ, આર.ડી.સી. બેન્કની બાજુમાં જયુબેલી રોડ, રાજકોટ ખાતે સીનીયર સીટીઝનો તથા જુના-નવા ગીતોનાં શોખીન સંગીત પ્રેમીઓ માટે સંગીત પ્રેમી ઇલીયાસ શેખના સૌજન્યથી અફઝલ મકવાની પ્રસ્તુત એ. રીફ મ્યુઝીકલ ઇવેન્ટ ગૃપ દ્વારા મખમલી અવાજના માલિક મહોમદ રફી સાબ સ્પેશ્યલ કાર્યક્રમ ‘‘ફુલ ખિલે ગુલશન ગુલશન'' નામે કરાઓકે સંગીત સંધ્યા કાલે તા. ૪ ગુરૂવારના સાંજે પઃ૩૦ થી ૯ દરમ્યાન રાખવામાં આવેલ છે.
જેમાં સુરીલા ગીતોની પ્રસ્તુતિ - સુરીલા ગાયકો સર્વેશ્રી ઇલીયાસ શેખ, એ. રફી, હીરેન રાવલ, શીતલબેન ભંડેરી, હીનાબેન કોટડીયા, કિરણબેન ઝાલા, હરનેશ સોલંકી પ્રસ્તુતિ કરશે.
કાર્યક્રમનાં એન્કર હીરેન રાવલ તથા સાઉન્ડ સર્વિસ દમામ સાઉન્ડનાં હાતીમઅલી રહેશે તથા વિશેષ શુભેચ્છક જયેશભાઇ ઉપાધ્યાય, બોલબાલા સુરેશભાઇ મારુ (એ.એસ.આઇ. નિવૃત્ત), કિરીટ ઘેલાણી ગ્રાહક સુરક્ષા સમિતિ, પૃથ્વીરાજસિંહ જાડેજા (ઇચા. ડી.વાય.એસ.પી.),કૃષ્ણકાંતભાઇ રાવલ-પૂર્વ મહામંત્રી કોંગ્રેસ, હરનેશ સોલંકી કાર્યક્રમ સહાયક તથા વિશેષ શુભેચ્છક ડી.એમ.સી. ગૃપ, એન્જોય ગૃપ અને ફાલતુ ગૃપ છે.
એ. રફી. મ્યુઝીકલ ઇવેન્ટ દ્વારા સૌ. સંગીત પ્રેમીઓ સૌ કરાઓકે ગૃપના આયોજકોને પધારવા વિનંતી કરાયેલ છે.
કાર્યક્રમને સફળ બનાવવા સૌ કલાકાર ભાઇબહેનો ઉપરાંત ભુપેન્દ્ર જસાણી, મુકેશભાઇ ચૌહાણ, મયુરભાઇ પરમાર, નારણભાઇ આહીર, અશોકભાઇ રાઠોડ વિગેરે જહેમત ઉઠાવી રહેલ છે.
તસ્વીરમાં ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા ઇલીયાસભાઇ શેખ, અફઝલભાઇ રફી, હરનેશભાઇ સોલંકી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:44 PM IST)










